ન્યૂ લોન્ચ / ઓપો કંપનીનો લેટેસ્ટ સ્માર્ટફોન ‘ઓપો F15’ ભારતમાં લોન્ચ થયો, કિંમત ₹ 19,990

Oppo company's latest smartphone 'Oppo F15' launches in India, priced at ₹ 19,990
Oppo company's latest smartphone 'Oppo F15' launches in India, priced at ₹ 19,990

  • ફોનનાં 8GB+ 128GB સિંગલ વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યું
  • ફોનમાં 2 સિમ કાર્ડ સ્લોટ અને 1 મેમરી કાર્ડ સ્લોટ આપવામાં આવ્યો છે
  • ફોનનું વેચાણ 24 જાન્યુઆરીથી ઇકોમર્સ વેબસાઈટ અને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર શરૂ કરવામાં આવશે

Divyabhaskar.com

Jan 16, 2020, 01:07 PM IST

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની ઓપોએ તેના લેટેસ્ટ સ્માર્ટફોન ‘ઓપો F15’ને ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત 19,990 રૂપિયા છે. ફોનનાં 8GB+ 128GB સિંગલ વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યું છે. ફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનનું વેચાણ 24 જાન્યુઆરીથી ઇકોમર્સ વેબસાઈટ અને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર શરૂ કરવામાં આવશે.

ફોનનાં લાઈટનિંગ બ્લેક અને યુનિકોર્ન વ્હાઇટ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. આ ફોનમાં 2 સિમ કાર્ડ સ્લોટ અને 1 મેમરી કાર્ડ સ્લોટ આપવામાં આવ્યો છે. સારી ફોટોગ્રાફીના એક્સપિરિયન્સ માટે ફોનમાં રિઅર અને ફ્રન્ટ બન્ને કેમેરામાં AI બ્યૂટીફિકેશન ફીચર આપવામાં આવ્યું છે.

સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે, જે 0.32 સેકન્ડમાં ફોન અનલોક કરે છે. ગેમિંગ લવર માટે ફોનમાં ગેમ બૂસ્ટ 2.0, ગેમિંગ વોઇસ ચેન્જર અને ઈન ગેમ નોઇસ કેન્સલેશન ઇફેક્ટ સહિતનાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.


ઓપો F15’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ 6.7 ઇંચ
ડિસ્પ્લેટાઈપ ફુલ HD+ AMOLED (1080x2400) પિક્સલ
OS એન્ડ્રોઇડ 9 પાઈ વિથ ColorOS 6.1.2
પ્રોસેસર ઓક્ટાકોર મીડિયાટેક હીલિયો P70
રિઅર કેમેરા 48MP (પ્રાઈમરી કેમેરા)+ 8MP (અલ્ટ્રાવાઇડ એંગલ લેન્સ) + 2MP (મેક્રો લેન્સ)+ 2MP (નાઈટ પોટ્રેટ લેન્સ)
ફ્રન્ટ કેમેરા 16MP
રેમ 8GB
સ્ટોરેજ 128GB (એક્સપાન્ડેબલ 256GB)
બેટરી 4,000mAh વિથ VOCC 3.0 ફાસ્ટ ચાર્જિંગ
વજન 172 ગ્રામ
X
Oppo company's latest smartphone 'Oppo F15' launches in India, priced at ₹ 19,990
Oppo company's latest smartphone 'Oppo F15' launches in India, priced at ₹ 19,990
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી