સુરત / રત્નકલાકાર દંપતી સહિત 3ના ખાતામાં 1 રૂપિયા કરોડનું ટ્રાન્ઝેક્શન થઈ ગયું અને ખબર પણ ન પડી

Opening a bank account at Qataragum opens illegal transaction of crores of rupees

  • કતારગામમાં બેંક ખાતું ખોલાવવામાં મદદના બહાને કરામત, 3 ગઠિયાની ધરપકડ
  • ખાતુ ખોલાવ્યાનાં કેટલાક સમય બાદ રત્નકલાકારે એટીએમમાંથી સ્ટેટમેન્ટ કઢાવતા ભોપાળુ સામે આવ્યું

Divyabhaskar.com

Dec 10, 2019, 12:32 AM IST

સુરતઃ કતારગામમાં રહેતા રત્ન કલાકાર અને તેની પત્ની તથા અન્ય એક ઓળખીતાને મદદ કરવાના બહાને તેમને બેંકમાં ખાતું ખોલાવીને તેમના ખાતામાં મદદ કરનારા બદમાશોએ કરોડો રૂપિયાનું ટ્રાંજેક્શન કરી નાખ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર કતારગામમાં અક્ષરનગર સોસાયટીમાં મારૂતિ એપાર્ટમેન્ટમાં રહેતા હરેશ પુના ચાવડા રત્ન કલાકાર છે. તેમની પત્ની ગીતાબેન ઘરે સાડીઓ પર સ્ટોન લગાવવાનું કામ કરે છે. સ્ટોનનું કામ મુકેશ જાદવ ઘોઘારી(રહે. તદાનેવ આશિષ સોસાયટી,ચીકુવાડી,કતારગામ) અને ગૌતમ ભનુ ઘોઘારી(રહે. સીતાનગર સોસાયટી, વેડરોડ) આપી જતા હતા. મુકેશ અને ગૌતમે કહ્યું કે તેઓ મફતમાં પાન કાર્ડ કઢાવી આપે છે. તેથી હરેશ ચાવડા અને ગીતાબેને તેમની પાસેથી પાન કાર્ડ કઢાવ્યું હતું.

ખાતામાં રૂપિયા જમા થશે તેવી લાલચ આપી
કતારગામમાં અક્ષરનગર સોસાયટીમાં મારુતિ એપાર્ટમેન્ટમાં રહેતા હરેશ પુના ચાવડા રત્નકલાકાર છે. તેમની પત્ની ગીતાબેન ઘરે સાડીઓ પર સ્ટોન ચોંટાડવાનું કામ કરે છે. સ્ટોનનું કામ મુકેશ જાદવ ઘોઘારી (રહે. દાનેવ આશિષ સોસાયટી, કતારગામ) અને ગૌતમ ભનુ ઘોઘારી (વેડરોડ) આપી જતા હતા. મુકેશ અને ગૌતમે કહ્યું કે, તેઓ મફતમાં પાન કાર્ડ કઢાવી આપે છે. તેથી હરેશ ચાવડા અને ગીતાબેને તેમની પાસેથી પાન કાર્ડ કઢાવ્યું હતું. હરેશ ચાવડાના ઓળખીતા વિપુલાબેને પણ મુકેશ અને ગૌતમ પાસે પાન કાર્ડ કઢાવ્યું હતું. બંનેએ હરેશ ચાવડા, ગીતાબેન અને વિપુલાબેનને કહ્યું કે, સરકાર તેમને એક પાન કાર્ડ કઢાવવાના 500 રૂપિયા આપે છે. તે રૂપિયા તમારા બેંક ખાતામાં જમા થઈ જશે. તે રૂપિયા બેંકમાંથી ઉપાડીને આપી દેવાના.

એક કરોડથી વધારેનું ટ્રાન્ઝેક્શન હોવાનું ખુલ્યું
ત્રણેયએ મુકેશ અને ગૌતમને કહ્યું કે, તેમનાં બેંકમાં ખાતા નથી. તેથી મુકેશ અને ગૌતમે તેમને ખાતું ખોલાવી આપવા કહ્યું. હરિપુરાના રૂજલ ઉર્ફે મારૂ અનિલ શાહે આઈડીબીઆઈ બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. ત્રણેયના ઘરે ચેકબુક અને એટીએમ કાર્ડ આવ્યા હતા. ઓગસ્ટ 2019માં વિપુલાબેનના પતિએ એટીએમથી મિની સ્ટેટમેન્ટ કઢાવતાં તેઓ ચોંકી ગયા હતા. તેમના ખાતામાં લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું. હરેશ ચાવડા અને ગીતાબેનના ખાતામાં તપાસ કરતા તેમના ખાતામાં પણ ટ્રાન્ઝેક્શન થયું હતું. માર્ચ 2018થી ઓગસ્ટ 2019 દરમિયાન ત્રણેય ખાતામાં મળીને એક કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન થયું હતું. હરેશે મુકેશ, ગૌતમ અને રૂજલ વિરુદ્ધ ફરિયાદ કરતા કતારગામ પોલીસે તમામની ધરપકડ કરી છે.

હરેશ ચાવડાએ ચેકબુક કચરામાં નાંખી દીધી
બેંકમાં ખાતું ખોલાવ્યા બાદ હરેશ અને તેમની પત્નીના નામની ચેકબુક અને એટીએમ બેંક દ્વારા ઘરે મોકલવામાં આવ્યાં હતાં. ચેકબુકનો ઉપયોગ લાંબા સમય સુધી ન થતાં હરેશે પોતાની અને પત્નીની ચેકબુક એસએમસીની કચરાપેટીમાં નાંખી દીધી હતી.

X
Opening a bank account at Qataragum opens illegal transaction of crores of rupees

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી