હિંમતનગર / ઇજનેરી ડીગ્રી-ડીપ્લોમા કોલેજોમાં બેઠકો ઘટાડતાં CMને ખૂલ્લો પત્ર

Open letter to CM while reducing seats in engineering degree-diploma colleges

  • એબીવીપી દ્વારા હસ્તાક્ષર અભિયાન શરૂ કરાયુ

Divyabhaskar.com

Feb 27, 2020, 09:26 AM IST
હિંમતનગરઃ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે સ્વનિર્ભર કોલેજોને ધીકતી કમાણી કરાવવા સરકારી ડીગ્રી અને ડીપ્લોમા એન્જીનિયરીંગ કોલેજોમાં બેઠકોનો ઘટાડો કરતાં એબીવીપી દ્વારા હસ્તાક્ષર અભિયાન શરૂ કરાયુ છે અને મુખ્યમંત્રીને ખૂલ્લો પત્ર લખી રદ કરેલ બેઠકોની ફરીથી ફાળવણી કરવા માંગ કરાઇ છે.
એ.બી.વી.પી.ના નગરમંત્રી જૈનિક શાહે જણાવ્યુ કે અગાઉ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ પરંતુ સરકાર સુધી વાત પહોંચી નથી લાગતી જેથી મુખ્યમંત્રીને પોષ્ટ કાર્ડ લખી આ અંગે રજૂઆત કરી ડીગ્રી એન્જીનિયરીંગ કોલેજોમાં 2549 અને ડીપ્લોમાની 6837 મળી કુલ 9386 રદ કરેલ બેઠકો ફરી ફાળવવા અનુરોધ કર્યો છે અને આ માટે હસ્તાક્ષર અભિયાન શરૂ કરાયુ છે.
X
Open letter to CM while reducing seats in engineering degree-diploma colleges

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી