વડોદરા / પાકિસ્તાનના ત્રાસવાદનો મુકાબલો કરવા કચ્છની વીરાંગનાઓ જ પૂરતી છે: CM રૂપાણી

Only the the women of Kutch are enough to counter Pakistan's terror: CM Rupani

  • ‘ભારત એકતા કૂચ’ને CM વિજય રૂપાણી દ્વારા ફ્લેગ ઓફ
  • સરકારને અિભનંદન આપતી રેલીમાં 4 હજારથી વધુ લોકો ત્રિરંગા સાથે  જોડાયાં

Divyabhaskar.com

Sep 16, 2019, 04:23 AM IST

વડોદરા: શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે મહારાજા સમરજીતસિંહ ગાયકવાડની આગેવાનીમાં 370ની કલમ દૂર કરવા મામલે કેન્દ્ર સરકારને અભિનંદન આપતી રેલી ‘ભારત એકતા કૂચ’ યાત્રાનું આયોજન કરાયુ્ં હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૩૭૦ કલમની નાબૂદીના પ્રતીકરૂપે ૩૭૦ બલૂનને હવામાં તરતાં મૂક્યા બાદ ફ્લેગ ઓફ કરાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીને પ્રસ્થાન કરાવતાં પહેલાં મુખ્યમંત્રીએ પોતાના ભાષણમાં પાકિસ્તાનના ઈમરાન ખાનને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન ત્રાસવાદને ઉત્તજેન આપવાનું બંધ કરે. એનો મુકાબલો કરવા કચ્છની વીરાંગના બહેનો જ પૂરતી છે.

4 હજારથી વધુ લોકો હાથમાં ત્રિરંગા પકડીને મેદાનમાં હાજર રહ્યાં
વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે,પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન શેખી મારવાનું બંધ કરે, ઇમરાન ખાન ભૂતકાળને યાદ કરે જ્યારે પાકિસ્તાનના ટુકડા થયા અને કરાંચી પાકિસ્તાનના હાથમાંથી જતું માંડ બચ્યું.બાંગ્લાદેશનું સર્જન થયું હતું. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના સશક્ત નેતૃત્વ હેઠળ હવે ભારત પીઓકે માટે કાર્યવાહી કરવા સુસજ્જ છે, પીઓકે ભારતનું છે અને તેના માટે તૈયાર રહેવાની જરૂર છે. પ્રદર્શન મેદાન ખાતે બપોરે 3 વાગ્યાથી જ ભારત વિકાસ કૂચમાં સામેલ થવા માટે શહેરની યુનિ.ના વિદ્યાર્થીઓ, અલગ-અલગ સમાજના લોકો, સાધુ-સંતો, ડોક્ટર એસોસિયેશન, વેપારી એસોસિયેશન તેમજ શહેરમાં વસતા કાશ્મીરી પંડિતો મળી 4 હજારથી વધુ લોકો હાથમાં ત્રિરંગા પકડીને મેદાનમાં હાજર રહ્યાં હતાં. સાંજે 5:30 વાગ્યાની આસપાસ ભારત વિકાસ કૂચ યાત્રા પોલોગ્રાઉન્ડથી શરૂ થઈને ભગતસિંહ ચોક,ગાંધીનગર ગૃહ, અમદાવાદી પોળ,ટાવર ચાર રસ્તા થઈ કોઠી ચાર રસ્તા ખાતે પૂર્ણ થઈ હતી. જ્યારે અલગ-અલગ સમાજના લોકો દ્વારા વિવિધ 15 સ્થળો પર આ યાત્રાનું સ્વાગત પણ કરાયું હતું. જ્યારે અમદાવાદી પોળ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ, માર્કેટ ચાર રસ્તા ખાતે બ્રહ્મ સમાજ દ્વારા વેદમંત્રોચ્ચાર, તેમજ બીએપીએસ સંસ્થા દ્વારા ભજન-કીર્તનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.

કોઠી ચાર રસ્તા ખાતે 370 ફૂટ લાંબો ફ્લેક્ષ લગાવાયો
કોઠી ચાર રસ્તા ખાતે 370 ફૂટ લાંબા ફ્લેક્ષ પર સિગ્નેચર કરવામાં આવશે. કોઠી ચાર રસ્તા ખાતે 370 ફૂટ લાંબો ફ્લેક્ષ લગાવવામાં આવ્યો છે. આ યાત્રા કોઠી ચાર રસ્તા ખાતે પહોંચતાં જ યાત્રામાં જોડાનાર લોકો આ ફ્લેક્ષ પર સહી કરીને કેન્દ્ર સરકારના નિર્ણયને સમર્થન આપશે.

હવે કાશ્મીરી ભાષા અને પરિધાનને ઓળખ મળશે
કાશ્મીરી પંડિત ડો.પલ્લવીના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કાશ્મીરમાંથી 370 અને 35 એની કલમને નાબૂદ કર્યા બાદ જમ્મુ-કાશ્મીરના લોકોને સાચા અર્થમાં આઝાદી મળી છે. જ્યારે હવે લુપ્ત થઈ રહેલી કાશ્મીરી ભાષા અને તેમના પરિધાનને પણ ઓળખ મળશે.

X
Only the the women of Kutch are enough to counter Pakistan's terror: CM Rupani
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી