તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના મહામારી:જેસરમાં કોરોનાનો રાક્ષસ કાબુમાં 18 દિવસમાં માત્ર એક પોઝિટિવ કેસ

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર શહેરમાં 285 પોઝિિટવ કેસ મળી આવ્યા
  • ઓક્ટોબરનું કોરોનાનું ઓડિટ , 18 દિવસમાં ગ્રામ્ય કક્ષાએ 103 કેસ મળ્યા
  • ભાવનગર શહેર કક્ષાએ રોજના સરેરાશ 15.83 પોઝિટિવ કેસ, જ્યારે ગ્રામ્ય કક્ષાએ રોજના 5.72 કેસ નોંધાયા

ભાવનગર શહેરમાં ઓક્ટોબર માસના આજે 18 દિવસ પૂર્ણ થયા છે ત્યારે કુલ 285 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે તેની તુલનામાં જિલ્લાના 10 તાલુકામાં આ સમયગાળા દરમિયાન 103 કેસ નોંધાયા છે. કોરોનાને કાબૂમાં લેવામાં શહેરની તુલનામાં ગામડાઓ વધુ સફળ રહયાં છે. બાકી શહેરની વસ્તી સાત લાખ ગણીયે તો અન્ય તાલુકા-ગામડાઓની વસ્તી 23 લાખ ગણી શકાય. પરંતુ કેસ શહેરમાં ગામડાની તુલનામાં પોણા ત્રણ ગણાં વધુ છે. ગ્રામ્ય કક્ષાએ 10 તાલુકામાં જેસર તાલુકો કોરોનાને નાથવામાં સૌથી વધુ સફળ રહ્યો છે. કારણ કે આ માસના 18 દિવસોમાં આ તાલુકામાં માત્ર એક કેસ નોંધાયો છે.

કોરોનાનો રોગચાળો ઓક્ટોબર માસથી કાબૂમાં આવવાનો આરંભ થયો છે. તેમાં શહેર કક્ષાએ 18 દિવસમાં 285 કેસ મળ્યા જ્યારે ગામ્ય કક્ષાએ 10 તાલુકામાં 103 કેસ નોંધાયા છે. શહેર કક્ષાએ રોજના સરેરાશ 15.83 કેસ નોંધાયા છે જ્યારે ગ્રામ્ય કક્ષાએ 18 દિવસમાં રોજના સરેરાશ 5.72 કેસ નોંધાયા છે.

ઓક્ટોબરમાં ક્યા તાલુકામાં કેટલા કેસ ?

તાલુકો
પોઝિટિવ કેસ
ઉમરાળા17 કેસ
તળાજા15 કેસ
મહુવા14 કેસ
ભાવનગર13 કેસ
સિહોર14 કેસ
પાલિતાણા10 કેસ
વલ્લભીપુર10 કેસ
ઘોઘા05 કેસ
ગારિયાધાર04 કેસ
જેસર01 કેસ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો