તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ભરતીમેળો:વ્યારાની રોજગાર કચેરીમાં ઓનલાઇન ભરતી મેળો

વ્યારા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

COVID-19ની મહામારીમાં સરકારના ગાઈડલાઈન્સ મુજબ વર્ચુઅલ ભરતીમેળાઓ Physical Appearance સિવાય યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગ સ્વરૂપે વ્યારા માં જિલ્લા રોજગાર વિનિમય કચેરી, તાપી-વ્યારા દ્વારા જિલ્લાના યુવક-યુવતીઓ માટે ઓનલાઈન મેગા રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. વ્યારા માં ઓનલાઈન રોજગાર ભરતીમેળા માટે રોજગાર કચેરી દ્વારા ગુગલ લીંક બનાવી 300 થી વધુ રોજગાર વાંચ્છું ઉમેદવારો પાસેથી માહિતી એકત્રીત કરવામાં આવી હતી. જેમાં 7 થી વધુ નોકરીદાતાઓ પાસેથી 110 જેટલી વેકેન્સીઓ મેળવીને નોકરીદાતાઓ તરફથી ટેલીફોનીક, વિડિયો કોલથી ઉમેદવારોના ઈન્ટરવ્યુની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ જેમાં 97જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી થવા પામેલ છે, આ વર્ચુલ ભરતીમેળો રોજગાર અધિકારી એન.ડી.ભીલની ઉપસ્થિતીમાં તથા રોજગાર કચેરીના કેરીયર કાઉન્સીલર દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો