તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:મોરબી સહિત 8 સ્થળે રાજકોટ જિલ્લા બેંકની ઓનલાઇન સભા

મોરબી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સભાસદોના વારસદારોને અકસ્માત વીમાના ચેકનું વિતરણ

સૌરાષ્ટ્રની અગ્રણી કો.ઓપરેટિવ બેન્ક એવી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેન્કની આજે વાર્ષિક સામાન્ય સભા મોરબી સહિત રાજકોટ જિલ્લાના અન્ય 8 સેન્ટરમાં ઓનલાઇન મળી હતી. આ બેઠકમાં અલગ અલગ સ્થળેથી બેંકના હોદ્દેદારો,બેન્કના અધિકારી ઓ તેમજ ખેડૂત સભાસદો જોડાયા હતા. આજે મળેલી સામાન્ય સભામાં મોરબીથી સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેરેટિવ કોટન માર્કેટિંગ યુનિયનના ડિરેક્ટર મગન વડાવીયા સહિતના અનેક આગેવાનો અને બેંકના સભા સદો હાજર રહ્યા હતા. આજે મળેલી આ સભામાં મોરબી જિલ્લામાં 8 જેટલા ખેડૂત સભા સદના વારસદારને અકસ્માત વીમા અંગેના રૂ.10 લાખની રકમના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

ધોરાજી, જામકંડોરણા : ધોરાજી, જામકંડોરણા ખાતે પણ આ જ રીતે સામાન્ય સભા યોજવામાં આવી હતી અને અકસ્માતે મૃત્યુ પામનાર સભાસદોના વારસદારોને ચેકનું વિતરણ રાજકોટ દૂધ સંઘના પૂર્વ અધ્યક્ષ ગોવિંદભાઈ રાણપરિયા,આરડીસી બેંક ના ડિરેક્ટર લલિતભાઈ રાદડિયા સહિતના હસ્તે કરાયું હતું. આ બેઠકમાં ડિરેક્ટર હરીભાઈ ઠૂંમર, કાંતીભાઈ જાગાણી, ધારાસભ્ય લલીતભાઈ વસોયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો