તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઓનલાઇન છેતરપિંડી:જામનગરના બ્રાસપાર્ટના ત્રણ વેપારીઓ સાથે એક કરાેડની ઓનલાઇન છેતરપિંડી

જામનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપની તેમજ બ્રિટેનની કંપનીનું મેઇલ આઇડી હેક કરી ડોલરમાં પૈસા મંગાવી લીધા : સાયબર સેલ દ્વારા તપાસ શરૂ

જામનગરમાં બ્રાસ સ્કેપ સાથે સંકળાયેલી એક પેઢી અને તેની સાથે વેપાર કરતા અન્ય બે ધંધાર્થીઓ સાથે ઇમેઇલ આઇડી હેક કરીને એક કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ હોવાનું સામે આવતા પોલીસમાં ફરિયાદ થઇ છે. બ્રિટેનની કંપની સાથે બિઝનેસ કરતી પેઢીના બોગસ ઇમેઇલ પરથી એક કરોડનું પેમેન્ટ કરી દીધું હતંુ, જે પછી ડિલેવરી બાબતે કંપની સાથે સંદેશ વ્યવહાર થતાં પ્રકરણ બહાર આવ્યું છે. શહેરના હીરજી મિસ્ત્રી રોડ પર એકતા એપાર્ટમેન્ટમાં રહેતા અને જીઆઇડીસી-3માં મીરા ઇમ્પેકસ નામની ક્રેપ આયાત કરી કમિશનરની વેચાણ કરતી પેઢી ધરાવતા હિતેશ કનખરા લાંબા સમયથી ઇગ્લેન્ડની યુરોપીયન મેટલ રીસાયકલીંગ લીમીટેડ નામની કંપની સાથે બ્રાસના સ્ક્રેપનો વ્યવસાય કરે છે, બન્ને પેઢીઓ સાથે ઓર્ડર ઓનલાઇન થતાં હોય છે.

આ રીતે થતા વ્યવહારો વચ્ચે તાજેતરમાં હિતેશભાઇની પેઢીના ઇમેઇલ આઇડી અને યુકેની કંપનીનું મેઇલ આઇડી હેક કરી કાેઇ ઠગબાજોએ તરકટ રચ્યું જેમાં યુકેની કંપનીનો લોગો સહિતની ફોર્મેન્ટવાળો મેઇલ કરી બ્રાસ સ્કેપ અંગેનો મેઇલ કર્યો હતો. જેને લઇને હિતેશભાઇએ પોતાની જરૂરીયાત મુજબ સ્ક્રેપનું કન્ટેનર મંગાવ્યું હતું. જેને લઇ હેકરે મેઇલમાં નકકી થયા મુજબ પોતાના બેંકની વિગતો આપી હિતેશભાઇ પાસેથી 20 ટકા પેમેન્ટ એડવાન્સ મંગાવી લીધું હતું. ત્યાર બાદ હિતેશભાઇને ગત તા. 4ના રોજ ફરી કંપની તરફથી મેઇલ આવ્યો હતો અને નવા એકાઉન્ટમાં 80 ટકા રકમ ભરપાઇ કરવાની સૂચના આપવામાં આવી હતી. જેને લઇને હિતેશભાઇએ પોતાના સાથે ઓર્ડર આપનાર કેતન વેલજીભાઇ ગોરીના દિપ મેટલના નવા બેંક એકાઉન્ટમાં 83318 ડોલર જે રૂપિયામાં 61,1300નું પેમેન્ટ કરાવી દીધું હતું,

આ ઉપરાંત મીરા ઇમ્પેકસના જણાવ્યા અનુસાર અન્ય પાર્ટી જલારામ મેટલ એલઓઇસના માલીક મેહુલ જોબનપુત્રાએ 63,683 ડોલર જે ભારતીય રૂપિયા મુજબ 47,97,000 ભરી દીધા હતાં ત્યાર બાદ આર્થિક વ્યવહાર થયાની યુકેની મુળ કંપનીના જવાબદાર કર્મચારીઓને પેમેન્ટની રીસીપ્ટ વોટસએપમાં મોકલતા છેતરપીંડી સામે આવી હતી. જે બાદ મિતેશભાઇએ પોતાનો ઇમેઇલ અને બ્રિટનની કંપનીનો મેઇલ હેક થયાની જાણ થઇ અને કુલ રૂપિયા 1,07,86,100ની છેતરપીંડી થતાં પોલીસ ફરિયાદના આધારે તપાસ શરૂ થઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો