તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતઃ ઓનલાઈન નાણાંકીય છેતરપિંડી ની ઘટનામાં દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે પોલીસ દ્વારા માત્ર સાયબર ક્રાઈમનો કે છેતરપિંડીનો ગુનો નોધી તલસ્પર્શી તપાસ ન કરતા બેફામ બનેલા ચીટરો એ હવે નવી તરકીબ અજમાવી હોવાનું નોધાયું છે. ગુગલ પર ફ્રી એનીમલ એમ્બ્યુલન્સ સેવાના નામે કાર્યરત કરાયેલા પોર્ટલમાં આપવામાં આવેલા ફોન નંબર પર સંપર્ક કરતા સંસ્થાના નામે નાણાંકીય મદદ કરવાની વાતે ઓનલાઈન માત્ર 10 રૂપિયા ટ્રાન્સફર કરાવી બેંક ખાતામાંથી મોટી રોકડ રકમ ઉપાડી છેતરપિંડી કરવામાં આવી રહી છે. જેનો ભોગ સુરતની મહિલા બની હતી. જેથી મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મહિલાને ફ્રી એમ્બ્યુલન્સ સેવા 44,998માં પડી
સુરતના પાર્લેપોઈન્ટ વિસ્તારનાં રૂદ્રરાજ એપાર્ટમેન્ટ ખાતે રહેતી કૃતીકાબેન ચૌધરી (ઉ.વ 28) ના એપાર્ટમેન્ટ બહાર એક કુતરો મરેલી હાલમાં હોય તેમણે મદદ મેળવવા સંસ્થાનો સંપર્ક કરવા માટે ગુગલ પર સર્ચ કરતા Free Animal Ambulance Services, Pets Care Helpline No 24/7 All Pets Ambulanceનું પોર્ટલ મળ્યું હતું. તેના પર આપવામાં આવેલ નંબર પર સંપર્ક કરતા ફ્રી એમ્બ્યુલન્સ સેવાના બદલામાં એની ડેસ્ક એપ્લીકેશન દ્વારા ઓનલાઈન 10 રૂપિયા ટ્રાન્સફર કરાવી તેની લીંક મેળવી હતી. ત્યારબાદ તેમના બેંક ખાતામાંથી 44,998 હજાર રૂપિયા ઉપાડી ઓનલાઈન નાણાંકીય છેતરપિંડી કરતા તેમણે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.
છેતરપિંડી કરવાની વાતે અનેક વિધ તરકીબો
પોલીસ ચોપડે સાયબર ક્રાઈમના ગુના નોધવામાં થતા વધારાથી ઓનલાઈન નાણાંકીય છેતરપિંડીની ઘટનામાં વધારો થયાનું નોધાયું છે. ચિટર ટોળકી દ્વારા લોકો સાથે નાણાંકીય છેતરપિંડી કરવાની વાતે અનેક વિધ તરકીબો અજમાવવામાં આવી રહી છે. ત્યારે હવે પ્રાણીઓ માટે ફ્રી એમ્બ્યુલન્સ સેવા આપવાની વાતે ઓનલાઈન પોર્ટલ બનાવી મદદ માટે સંપર્ક કરતા લોકો સાથે નાણાંકીય છેતરપિંડી કરવાની ચોંકાવનારી ઘટના બની રહી છે. પાલતું કુતરા માટે એમ્બ્યુલન્સ સેવાની મદદ લેવા માટે ગુગલ પર સર્ચ કરતા Free Animal Ambulance Services, Pets Care Helpline No 24/7 All Pets Ambulance નામે કાર્યરત પોર્ટલ મળીએ આવે છે. જેમાં 24 કલાક ફ્રીમાં એમ્બ્યુલન્સ સેવા આપવા માટે કહેવાય છે. એમ્બ્યુલન્સની સેવા લેવા માટે અહીં એક મોબાઈલ નંબર આપવામાં આવ્યો છે. તેના પર ફોન કરીને સંપર્ક કરવાનું કહેવાય છે.
બેંક ખાતા નંબર, આધાર કાર્ડ નંબરની માહિતી મેળવે છે
સંપર્ક કરનાર પાસે તેની કેટલીક અગત્યની માહિતીઓ મેળવવા સાથે જ ફ્રી એમ્બ્યુલન્સ સેવા લેવા બદલ સંસ્થાને દાન પેટે માત્ર 10 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરવાનું કહેવાય છે. તે 10 રૂપિયા એનીડેસ્ક નામની એપ્લીકેશન થકી ટ્રાન્સફર કરવાનું કહી બેંક ખાતા નંબર, આધાર કાર્ડ નંબર સાથેની અન્ય માહિતી મેળવી ઓનલાઈન 10 રૂપિયા ટ્રાન્સફર કરવા બદલ મળતી લીંક મેળવી સંપર્ક કરનારના બેંક ખાતામાંથી રોકડ રકમ ઉપાડી લઈને નાણાંકીય છેતરપિંડી કરાઈ રહી છે. જ્યારે બેંકના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર થયા બાદ આવતા મેસેજથી છેતરપિંડી કરવામાં આવી હોવાનું ખબર પડે છે.
પોર્ટલ પર થોડા થોડા દિવસે કોન્ટેક નંબર બદલી જાય છે
ઓનલાઈન ફ્રી એમ્બ્યુલન્સ સેવાના નામે બનાવેલા પોર્ટલમાં સંપર્ક કરવામાટે મોબાઈલ નંબર આપવામાં આવે છે. જેની પર લોકો સંપર્ક કરતા ઓનલાઈન 10 રૂપિયા ટ્રાન્સફર કરવાની વાતે નાણાંકીય છેતરપિંડી કર્યા બાદ પોર્ટલ પર નંબર બદલી નાખવામાં આવે છે. પોતાનું નામ જાહેર ન કરવાની શરતે ભોગ બનનાર ઇસમેં આપેલી મહિતી મુજબ આ પોર્ટલ પર દર અઠવાડિયે નંબર બદલી નાખવામાં આવે છે. જે પણ નંબર મુકવામાં આવે છે તે ઓરિસ્સા તરફનો નંબર હોય છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.