તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Onion Prices In Gujarat Increased By 500 Percentage In Just 4 Months

સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં ડુંગળીના ભાવમાં 500%નો ભાવ વધારો થયો

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારે બીજા દેશોમાંથી ડુંગળીની આયાત કરી છતાં પણ ભાવ કાબૂમાં ન રહ્યાં
  • વધુ વરસાદ અને ખરાબ હવામાનથી ડુંગળીના પાકને નુકસાન થયું

અમદાવાદ: ગરીબની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં ભડકો થતા લોકોની હાલત કફોડી થઈ છે. તો બીજી તરફ ડુંગળીના વાવેતરને ઘણું નુકસાન થતા ખેડૂતોને પણ આ વર્ષે કોઈ મોટો ફાયદો થયો નથી. ડુંગળી ખાવી હાલ લોકોને મોંઘી બની છે તેમ કહી શકાય. ઘણા સમય પહેલા ડુંગળીના એક કિલોના ભાવ 20થી 25 હતા. પરંતુ ત્યારબાદ ડુંગળીના ભાવ ધીમે ધીમે વધતા ગયા. ગુજરાતમાં સપ્ટેમ્બર બાદ 20 રૂપિયે કિલો વેચાતી ડુંગળી 50 રૂપિયે કિલો થઈ હતી. ઓક્ટોબરના અંત સુધી ડુંગળીના કિલોના ભાવ 50 હતા. જ્યારે 1 નવેમ્બરથી ફરીથી ભાવમાં ભડકો થયો હતો. 27 નવેમ્બર સુધી ડુંગળીનો ભાવ 100 રૂપિયે કિલો થયો હતો. ત્યારબાદ ડિસેમ્બર મહિનામાં ડુંગળીનો રિટેલ ભાવ 100થી 120 સુધી રહ્યો હતો. આમ સપ્ટેમ્બરમાં 20 રૂપિયે કિલો વેચાતી ડુંગળી 120 થતા 500 ટકાનો ભાવ વધારો થયો હતો.

હોલસેલ ભાવ 40-60 થયા તો પણ માર્કેટમાં 100 રૂપિયે વેચાઈ રહી છે ડુંગળી
અમદાવાદ એપીએમસી માર્કેટના એક વેપારીએ જણાવ્યું હતું કે, આ વર્ષે વધુ પડતા વરસાદથી ડુંગળીના ઉભા પાકને મોટુ નુકસાન થતા ડુંગળીના ભાવમાં ઐતિહાસિક વધારો આવ્યો છે. 
દેશમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન કરતા મહારાષ્ટ્રમાં પણ ડ઼ુંગળી પૂરી થતા દેશમાં બીજે ક્યાંય ડુંગળી ન હતી. જેથી તૂર્કી અને ઈજિપ્તથી ડુંગળીની આયાત કરવાની જરૂર પડી. તૂર્કી અને ઈજિપ્તથી મંગાવેલી ડુંગળી હોલસેલ માર્કેટમાં 50થી 60 રૂપિયે કિલો વેચાઈ રહી છે. જેમાં પણ તૂર્કીથી આયાત કરાયેલી સફેદ ડુંગળી ફેલ છે. બે-ત્રણ દિવસથી ડુંગળીનો ભાવ ઘટી ગયો છે. આજે ડુંગળીનો ભાવ 40-60 વચ્ચે છે. પરંતુ લારી અથવા નાની શાક માર્કેટના વેપારીઓ 100 રૂપિયે કિલો ડુંગળી વેચી રહ્યાં છે. જ્યારે ડુંગળીનો હોલસેલ ભાવ 90 રૂપિયે કિલો હતો ત્યારે પણ રિટેલના વેપારીઓ 100થી 120 વેચતા હતા અને હવે ભાવ 40-60 થયો છે ત્યારે પણ 100 રૂપિયે કિલો વેચી રહ્યા છે. જ્યાં સુધી લોકોને હોલસેલ ભાવની જાણ નહીં થાય ત્યાં સુધી 100 રૂપિયા જ ચલાવશે. ત્યારબાદ ધીમે-ધીમે 80, 70 અને 60 આમ ભાવ ઓછો કરતા જશે.

10 રૂપિયે વેચાતી ડુંગળીના હોલસેલ ભાવ 100 થયા
એપીએમસી માર્કેટના વેપારીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે ચોમાસું તેની સમય મર્યાદા કરતા વધુ લંબાઈ જતા તેમજ ત્યારબાદ વાતાવરણ સતત પ્રતિકુળ રહેવાથી ગુજરાતમાં ડુંગળીના વાવેતરને ઘણું નુકસાન થયું હતું. આ કારણોથી સપ્ટેમ્બર મહિનાથી ડુંગળીના ભાવ ખુબ જ ઝડપથી વધ્યા હતા અને ડિસેમ્બર સુધીમાં તો ભાવ આસમાને પહોંચ્યા હતા.

મહિનોભાવ (રૂ./કિલો)
એપ્રિલ10-12
મે10-12
જૂન14-16
જુલાઈ14-16
ઓગસ્ટ20-28
સપ્ટેમ્બર26-32
ઓક્ટોબર40-50
નવેમ્બર60-80
ડિસેમ્બર60-90-100

ડુંગળીને લઈને રોજ શાક શું બનાવું તે સવાલ
એક ગૃહિણીએ જણાવ્યું હતું કે, ડુંગળી રસોઈમાં અગત્યની છે. જેના વગર શાકનો સ્વાદ ફીકો થઈ જાય છે. સલાડ પણ બનાવી શકતા નથી. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે કે નોકરિયાત વર્ગ માટે ડુંગળીને લઈને મહિનાનું બજેટ ખોરવાયું છે. જેને કેવી રીતે મેન્ટેન કરવું તે જ એક સવાલ છે.

હોટલએ પણ ડુંગળી આપવાની બંધ કરી હતી
ડુંગળીના સતત ભાવ વધારાથી હોટલ અને રેસ્ટોરન્ટમાં સલાડમાં અપાતી ડુંગળી પણ આપવાનું બંધ થઈ ગયું હતું. ગ્રાહક જ્યારે ડુંગળી માંગતા ત્યારે તેમને કહેવાતું હતું કે, ડુંગળી માટે અલગથી પૈસા ચૂકવવા પડશે. અત્યારે હોટલમાં સલાડ તરીકે કોબીઝ આપવામાં આવી રહી છે.

ગત વર્ષે 15 રૂપિયા કિલો હતો
ગુજરાતમાં છૂટક બજારમાં ડુંગળીનો ભાવ પહેલીવાર 100થી 120 રૂપિયે કિલોના ઐતિહાસિક સ્તરે પહોંચ્યો છે. ગત વર્ષે આ સમયે ડુંગળીનો ભાવ 15 રૂપિયે કિલોની આસપાસ હતો. ચાર મહિનામાં ડુંગળીના ભાવ પ્રતિકિલો રૂ. 30થી 40નો વધારો થયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો