તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • One Who Falls In Love With God, Falls And Rises, Muniraj Explained The Essence Of Love With God In The Jain Sangh, A Suburb Of Mehsana

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેરણામૃત:જે પરમાત્માના પ્રેમમાં પડે છે, તે પડીને પણ ઉપર જ ચડે છે,મહેસાણાના ઉપનગર જૈન સંઘમાં મુનિરાજે પરમાત્મા સાથેના પ્રેમનો મર્મ સમજાવ્યો

મહેસાણા2 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણાના ઉપનગર જૈન સંઘ ખાતે વ્યવસ્થાપક સમિતિ આયોજિત પ્રેરણામૃતમાં પૂ. મુનિરાજ રાજસુંદરવિજયજી મ.સા.એ પરમાત્મા સાથેના પ્રેમનો મર્મ સરળ શૈલીમાં વર્ણવ્યો હતો. તેમણે કહ્યું કે, પ્રેમ જ્યારે પરાકાષ્ઠા પર હોય, ત્યારે સૌથી મોટું કામ એ કરે છે કે, તે પ્રીતિપાત્ર વ્યક્તિ સાથે મજબૂત અનુસંધાન તો કરે જ છે, પણ સાથે સાથે અન્ય સર્વ સાથેનું અનુસંધાન તોડી પણ નાંખે છે. બસ પછી એ જ વ્યક્તિ એનાં કેન્દ્રમાં રહે છે, અન્ય સર્વ તુચ્છ લાગે છે, પણ અહીં મુશ્કેલી એ છે કે, જો પ્રીતિપાત્ર વ્યક્તિ અશુભ હોય, તો સમય જતાં બહુ મોટું નુકસાન થાય છે, શુભ હોય તો એકાંતે લાભ જ છે.

આ સંદર્ભમાં મીરાંની બહુ સરસ ઘટના છે કે, મીરાંને જ્યારે પૂછવામાં આવ્યું કે, તને મારવા માટે તારા દિયરે તને ઝેર આપ્યું, ભલે તું મૃત્યુ ના પામી, પણ પછી તને દિયર ઉપર ક્રોધ નથી આવતો?, એક મિનિટ માટે મીરાંને બાજુ પર રાખીએ અને આપણા વ્યક્તિત્વને રાખીએ તો ખ્યાલ આવશે કે, આપણે તો શું નું શું કરી દઈએ. કદાચ બહુ આવેશ હોય, તો સામેની વ્યક્તિને પણ મારવાનો પ્રયાસ કરીએ અને કદાચ એવું સામર્થ્ય ન હોય, તો મનમાં તો વેરનું ઝેર અવશ્ય ભરી રાખીએ. હવે જુઓ મીરાં કેવો સરસ જવાબ આપે છે.

તેણે કહ્યું, હું કૃષ્ણનાં પ્રેમમાં, મારા પ્યારા પરમાત્માનાં પ્રેમમાં એટલી બધી નિમગ્ન છું કે મને બીજા કોઈનો વિચાર જ નથી આવતો, અરે એક ક્ષણ માટે પણ મારે જો દિયર ઉપર ક્રોધ કરવો હોય, તો મારે એ ક્ષણ પૂરતી તો કૃષ્ણથી દૂર થવું પડે ને? ના, આ મને બિલકુલ માન્ય નથી, તેથી મને દિયર શું કોઈપણ જીવ ઉપર ક્રોધ કે બીજો કોઈ વિચાર આવતો નથી. કેવી અદભૂત છે,

પ્રેમની પરાકાષ્ઠા! ખરેખર પ્રેમ કરવો જ હોય, તો આવા કોઈ શુભ તત્ત્વ સાથે કરીએ, જે એકાંતે આપણું હિત જ કરે. જ્યારે દુન્યવી પ્રેમ ખરેખર પ્રેમ નથી, માત્ર રાગ જ છે. એટલે જ તેના પરિણામ દુઃખ સિવાય બીજું કશું જ મળવાનું નથી. આ પદાર્થને સૂક્ષ્મતાથી સમજીએ. એક મજાની વાત : જે પરમાત્માનાં પ્રેમમાં પડે છે, તે પડીને પણ ઉપર જ ચડે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો