તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ટેમ્પો ચાલકે બાઈકને ટક્કર મારતાં એક વ્યક્તિનું મોત

ગોધરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાલિયા ગામ પાસે બનેલો બનાવ, ટેમ્પાે ચાલક સામે ગુનો નોંધાયો

ગોધરા તાલુકાના અોરવાડા ગામે આવેલા ભરવાડિયા ફળિયામાં રહેતા નરેન્દ્ર પટેલ અને રણજીતભાઇ પોતાની બાઈક લઈને કામ અર્થે સંત રોડ ગયા હતા, ત્યારે તેઓ પોતાની બાઈક લઈને પરત ફરતા હતા,ત્યારે સાલિયા ગામ પાસે આવેલી જીઇબીની સામે એક ટેમ્પો ચાલકે તેઓની બાઈકને ટક્કર મારી હતી જેને લઇને રણજીતભાઇ અને નરેન્દ્ર ભાઇ રોડ પર પડી ગયા હતા અને તેઓને શરીરના ભાગે ઇજાઓ પહોંચી હતી જેને લઇને બંને વ્યક્તિઓને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન રણજીતભાઇ એ પોતાનો દમ તોડયો હતો, આ બનાવ સંદર્ભે મોરવા હડફ પોલીસ મથકે ફરાર થઈ ગયેલ ટેમ્પા ચાલક સામે નંબરના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો