તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના બેકાબૂ:જનરલ હોસ્પિટલમાં વધુ એક કોરોના વોર્ડ કાર્યાન્વિત કરાશે

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓક્સિજન લાઇન અને ફાયર સિસ્ટમ સાથે અપાયો આધુનિક ટચ

કચ્છમાં વધી રહેલા કોવિડના સંક્રમણને પગલે ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે વધુ એક વોર્ડ શરુ કરવાની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે અને હવે એ અંતિમ તબક્કામાં પહોંચી છે. આ અંગે અધિક મેડિકલ સુપ્રિ. ડો. નરેન્દ્ર હિરાણીનાં જણાવ્યા અનુસાર કચ્છમાં કોરોનાની શરૂઆત કોવિડ-૧૯ વોર્ડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ, જિલ્લામાં કોરોનાની સંખ્યામાં વધારો નોંધાતા વહીવટીતંત્રે આ હોસ્પિટલમાં વધુ બેડનું નિર્માણ કરવાની આવશ્યકતા દર્શાવતા કોરોના વોર્ડ -૨ ને અંતિમ સ્પર્શ આપવામાં આવી રહ્યો છે.

હોસ્પિટલનાં પ્રથમ માળે સોશિયલ ડિસ્ટન્સ સાથે અંદાજે ૭૫ જેટલી બેડ સાથે કોરોનાનાં દર્દીઓની સારવાર કરવામાં આવશે. આ વોર્ડમાં તમામ જરૂરી સગવડો ઉભી કરવામાં આવી છે. ૮૦૦૦ચો.ફૂટનાં ક્ષેત્રફળમાં નિર્મિત આ વોર્ડમાં દર્દીઓને ઓક્સિજનનો જથ્થો સીધો મળી રહે એ માટે ખાસ પાઇપલાઈન નાખવામાં આવી છે અને બેડ પાસે જ ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત ફાયર ડિટેકશનનાં ભાગરૂપે અગ્નિશમન યંત્ર પણ ગોઠવવામાં આવ્યું છે. વોર્ડમાં અંદરના હવાના દબાણનું નિયમન કરવા ૧૦ એકઝોસ્ટ ફેન રાખવામાં આવ્યા છે. ઉપરાંત દર્દીઓ માટે પીવાનું ગરમ પાણી મળે એવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

વોર્ડમાં પ્રથમ માળ અને બીજા માળનું ફોલ્સ સીલીંગ ઉભું કરવામાં આવ્યું છે. જેમાં બેડ સાથે, પરિચારીકાઓ માટે ૩ નર્સિંગ સ્ટેશન, પંખા, ટ્રીટમેન્ટ રૂમ, ડોકટર રૂમ, ડેમો રૂમ, તેમજ ટોયલેટની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ પ્રકારનો આધુનિક વોર્ડ ટૂંક સમયમાં જ શરૂ કરાશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો