તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:યુવતીની છેડતી પરથી કોલેજિયનોએ મારપીટ કરતાં એકનું મોત

મુંબઈ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાકોલા પોલીસે પાંચ કોલેજિયનની ધરપકડ કરીને કસ્ટડીમાં ધકેલી દીધા

પ્રેમિકાની છેડતીને લઈને એક કોલેજિયને કોલેજના મિત્રોને ભેગા કરીને છેડતી કરનારને ઢોરમાર માર્યો હતો, જેમાં તેનું મોત નીપજ્યું હતું. વાકોલા પોલીસે સીસીટીવી કેમેરા પરથી રવિવારે પાંચ કોલેજિયનની ધરપકડ કરીને સળિયા પાછળ ધકેલી દીધા છે.

મૃતકને મયુર ગિરધારી જોશી (29) તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે. ગુરુવારે રાત્રે યુવતી ઘેર જતી હતી ત્યારે મયુરે અમુક ટિપ્પણી કરી હતી. આ પૂર્વે પણ મયુરે આવું કૃત્ય કરાયું હતું એવી માહિતી યુવતીએ પોલીસને આપી હતી. યુવતીએ આ વાત તેના ફ્રેન્ડ માનસ મોરે (19)ને કરી હતી. માનસે ફોન કરીને અન્ય મિત્રોને બોલાવી લીધા હતા.આ પછી પાંચ જણે મળીને મયુરને જમીન પર નીચે પાડીને ઢોરમાર માર્યો હતો અને પાંચેય ભાગી ગયા હતા. બીજા દિવસે મયુરને પેટમાં સખત દુખાવો ઊપડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન રવિવારે તેનું મોત નીપજ્યું હતું.આ પછી પોલીસે વિસ્તારમાં સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. તેમાં એક દુકાનની બહાર કેમેરામાં મયુરને થયેલી મારપીટ કેદ થઈ હતી. તેને આધારે પોલીસે પાંચેય કોલેજિયનની ધરપકડ કરી હતી. તે બધા જ રાજીવનગર દત્ત મંદિર રોડ, સાંતાક્રુઝ પૂર્વના રહેવાની હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો