હિટ એન્ડ રન / સુરત-નવસારી બાયપાસ હાઈવે પર કાર ચાલકે અડફેટે લેતા યુવકનું મોત, CCTV

  • રસ્તો ઓળંગતા કારે અડફેટે લઈ ફંગોળ્યો

Divyabhaskar.com

Dec 12, 2019, 04:46 PM IST

સુરતઃ સુરત-નવસારી બાયપાસ હાઈવે પર કાર ચાલકે યુવકને અડફેટે લીધો હતો. જેમાં યુવકનું મોત નિપજ્યું છે. અકસ્માત બાદ કાર ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. સીસીટીવી આધારે પોલીસે વધુ તપાસ કરી રહી છે.

સુરતઃ સુરત-નવસારી બાયપાસ હાઈવે પર કાર ચાલકે બે યુવકોને અડફેટે લીધા હતા. જેમાં એક યુવકનું મોત નિપજ્યું છે. જ્યારે એકને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માત બાદ કાર ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

યુવક 20 ફૂટ જેટલો ફંગોળાઈ રોડ પર પટકાયો

સીસીટીવી પ્રમાણે, સુરત-નવસારી બાયપાસ રોડ પર એક યુવક ચાલતા રસ્તો ઓળંગી રહ્યો હતો. રસ્તા વચ્ચે પહોંચતા એક થ્રી વ્હિલર ટેમ્પો પસાર થાય છે. જેને ઓળંખી યુવક આગળ જતાની સાથે જ કારની અડફેટે ચડી જાય છે. કારની અડફેટે ચડેલો યુવક ફંગોળાઈને 20 ફૂટ જેટલો કારની સાથે જ ઢસડાઈ છે અને ડિવાઈડર નજીક પટકાય છે. ત્યારબાદ કાર ચાલક ફરાર થઈ જાય છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી