આણંદ / ગુજરાતમાં એક વર્ષમાં એક કરોડ સીડ્સ બોમ્બ દ્વારા વૃક્ષારોપણ કરાશે

One crore seed will be planted in Gujarat in a year

  • મધુભાન ઓર્ગેનીક ફાર્મ દ્વારા મહિલાઓએ હાથ બનાવટથી સીડ્સ બોમ્બ બનાવ્યા

Divyabhaskar.com

Jun 06, 2019, 09:33 AM IST

આણંદ: ગુજરાતમાં સાવ ઓછા વૃક્ષોવાળા વિસ્તારો અને વૃક્ષો વિહોણા વિસ્તારોમાં 1 વર્ષમાં 1 કરોડ સીડ્સ બોમ્બ દ્વારા વૃક્ષારોપણ કરવાનો આજે વિશ્વ પર્યાવરણ દિવસે મધુભાન ઓર્ગેનીક ફાર્મ દ્વારા સંકલ્પ લેવાયા છે. આજે આણંદના મધુભાન રીસોર્ટમાં મધુભાન ઓર્ગેનીક ફાર્મ, સૃષ્ટિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બાળકો શિક્ષકો, એલીકોન પરિવાર ઉચ્ચ અધિકારીઓ એકત્રિત થયા હતા. જેમાં મધુભાન ઓર્ગેનિક ફાર્મની મહિલાઓ દ્વારા આ સીડ્સ બોમ્બ હાથ બનાવટના તૈયાર કરાયા છે.

આજે પર્યાવરણ દિને તેનું નિ:શુલ્ક વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં એલીકોન કંપનીની સીએમડી પ્રયાસસમીન પટેલ, એમટીસી એન્જિનીયરિંગના સીઇઓ તરૂણાબહેન પટેલ, આણંદ જિલ્લા કલેક્ટર દિલીપભાઈ રાણા સહિત પર્યાવરણના હિતચિંતકો હાજર રહ્યા હતા.મધુભાન ઓર્ગેનીક ફાર્મનો હવાલો સંભાળનાર તરૂણાબહેન પટેલે જણાવ્યું હતું કે, મધુભાન ફાર્મ વિધવા, સિંગલ અને જરૂરિયાતવાળી મહિલાઓ રોજના 3 હજાર સીડ્સ બોમ્બ હાથથી બનાવે છે. સૃષ્ટિ સ્કૂલના બાળકો દ્વારા નવી પેઢીને જોડી શકાય. જેથી ભવિષ્યની પેઢી પર્યાવરણ અંગે જાગૃત થાય અમે એલીકોન કંપની દ્વારા સીડ્સ બોમ્બ બનાવાનું મશીન તૈયાર કરી રહ્યાં છે.

ગ્લોબલ વોર્મિંગને લીધે નોર્થપોલમાં બરફ આેગળી રહ્યો છે
માનવી પર્યાવરણ પ્રત્યેની બેદરકારીને કારણે અનેક સમસ્યાઓ ઉભી થઇ છે. નોર્થપોલમાં અમેરિકાની સાઇઝનો બરફ ઓગળી રહ્યો છે. દરિયાના જળસ્તરમાં ફેરફારો આવી રહ્યા છે. ક્લાઇમેટ ચેન્જ થઇ રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ખૂબ ફેરફારો થઇ રહ્યા છે. આજે વિશ્વ પર્યાવરણદિને સીડ્સ બોમ્બ બનાવ્યાં છે. તેનાથી વૃક્ષો બનશે. ફૂલી ફાલે તેવી આશા રાખીશું. એવા વૃક્ષો વાવવાનો પ્રયાસ કરીએ છે. એાછું પાણી હોય તો પણ વૃક્ષો ઉગી શકે છે, વધુમાં વધુ લોકો આ સીડ્સ બોમ્બનો ઉપયોગ કરે તેવી અપીલ છે. - પ્રાયસમીન પટેલ, સીએમડી, એલીકોન

સીડ્સ બોમ્બથી વૃક્ષોની સંખ્યા વધશે
વિશ્વ પર્યાવરણ દિને મધુભાન ઓર્ગેનીક ફાર્મ અને રીસોર્ટ દ્વારા સીડ્સ બોમ્બમાં બીજ પર છાણીયું ખાતર હોય છે. ઓર્ગેનીક ફર્ટીલાઇઝર અને ફળદ્રુપ માટી હોય છે. આનાથી વૃક્ષો વાવવાથી વધુ સારી રીતે વૃક્ષારોપણ થઇ શકે છે.- દિલીપ રાણા, આણંદ જિલ્લા કલેક્ટર

X
One crore seed will be planted in Gujarat in a year
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી