તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના ઇફેક્ટ:કોરોનાકાળમાં લેપટોપની માંગમાં દોઢ ગણો અને ભાવમાં 10 ટકાનો વધારો

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં રૂ.25 હજારથી 50 હજાર સુધીના લેપટોપની બજારમાં શોર્ટેઝ
  • ભણતર, નોકરી, વ્યવસાયમાં ઓનલાઇન માંગ વધતાં ભાવ 10 ટકા વધ્યા

હાલ કોરોના મહામારીમાં ઓનલાઇન શિક્ષણ તેમજ નોકરી અને વ્યવસાયમાં ઓનલાઇન વ્યવહારોનું પ્રમાણ વધતાં લોકો હવે મોબાઇલ કે લેપટોપ, કોમ્પ્યુટર વાપરતા થઇ ગયા છે. કોમ્પ્યુટર અને લેપટોપની વધતી ડિમાન્ડ સામે શોર્ટેઝના કારણે ભાવ 10 ટકા ઉંચકાયા, છતાં મહેસાણા શહેરમાં હાલ કોમ્પ્યુટર, લેપટોપની ખરીદી દોઢ ગણી વધી છે.

મહેસાણામાં કોમ્પ્યુટર મરચન્ટ એસોસીએશનના 86 વેપારીઓ સહિત નાની-મોટી 105 જેટલી દુકાનોમાં કોમ્પ્યુટર અને લેપટોપનું વેચાણ થાય છે. કોરોનાકાળમાં રૂ.20 હજારથી લઇને દોઢ લાખ સુધીના લેપટોપની ઇન્કવાયરી વધી છે. કોરોના પહેલાં પસંદગીનું લેપટોપ હાજર સ્ટોકમાં મળી જતું. પરંતુ છેલ્લા 6 મહિનાથી સ્થિતિ બદલાઇ છે. 50 હજારથી ઊંચી રેન્જના લેપટોપ મળી રહે છે, પરંતુ રૂ.25 હજારથી રૂ.50 હજાર સુધીની રેન્જમાં લેપટોપ માટે એડવાન્સ બુકિંગ કરાવવું પડે છે.

શહેરમાં માર્ચ પહેલાં મહિને 400 લેપટોપનું વેચાણ થતું હતું. જે કોરોના પછી 650થી વધુ વેચાય છે. મહેસાણા શહેર કોમ્પ્યુટર મરચન્ટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઇ પટેલે કહ્યું કે, કોરોના મહામારી પહેલાં ઓર્ડર નોંધાવ્યા બાદ અઠવાડિયામાં જે-તે કંપનીના લેપટોપનો સ્ટોક આવી જતો.

ઓનલાઇન શિક્ષણમાં લોપ્રાઇઝ બજેટ લેપટોપની ડિમાન્ડ વધી
હાલમાં સ્કૂલ-કોલેજો દ્વારા ઓનલાઇન ક્લાસ લેવામાં આવે છે. મોબાઇલમાં સ્પષ્ટ વિઝન, વિજ્ઞાન, ગણિત જેવા વિષયમાં દર્શાવેલા આંકડા, કૃતિઓ વગેરેના અભ્યાસમાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે. આથી વાલીઓ મોટી સ્ક્રીન માટે લેપટોપ ખરીદીમાં વળ્યા છે. જેમાં લોપ્રાઇઝ લેપટોપના ભાવ ઉંચકાયા છતાં માર્કેટમાં 5 થી 10 દુકાને આંટો લગાવો ત્યારે મેળ પડે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો