તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • On The Third Day Of The Escalation Of The Kovid 19 Case, The Police Raided The Passenger Vehicle On Khawda Road, Mandvi's Guest House And The Organizers Of The Cricket Match In Madhapar.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ હરકતમાં:કોવિડ-19 ના કેસ વધતા પોલીસ ત્રીજા દિવસે પણ હરકતમાં, ખાવડા રોડ પર પેસેન્જર વાહન, માંડવીના ગેસ્ટ હાઉસ અને માધાપરમાં ક્રિકેટ મેચના આયોજકો પર તવાઇ

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાનું સંક્રમણ વધવા માંડયું છે ત્યારે મેટ્રો સીટીમાં રાત્રી કર્ફયું લાદી દેવાયું છે તો ભુજમાં પણ કેસો વધતા ગયા છે ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસ સતત ત્રીજા દિવસે સંક્રમણ અટકાવવા મટો પગલા ભર્યા હતા. ખાવડા રોડ પર પેસેન્જર વાહન, માંડવીના ગેસ્ટ હાઉસ સંચાલક અને માધાપરમાં ક્રીકેટ મેચના આયોજક પર તવાઇ બોલાવી હતી.

ઉતારૂઓની હેરફેર કરતા વાહનના ચાલક સામે ફોજદારી
ખાવડા રોડ પરથી જીજે 12 બી ડબ્લ્યુ 5639 નંબરના પેસેન્જર વાહન બોલેરો પીકઅપમાં એપેડેમિક એક્ટની ગાઇડલાઇનનો ભંગ કરતા ચાલક ઘનશ્યામ નેમસિંહ સોઢા (રહે. ઝુરા કેમ્પ, તા.ભુજ) સામે ગુનો નોંધાવાયો હતો.

માંડવીના વધુ એક ગેસ્ટ હાઉસ સંચાલક સામે કાયદાનો સકંજો
માંડવીના ભુજ ઓકટ્રોય પાસે આવેલા રેસેટો હોટલમાં તપાસણી કરવામાં આવતા હોટેલ-ગેસ્ટહાઉસને લગતાનું જાહેરનામાનું ભંગ થતુ જણાયું હતું. મુસાફરોના નામ, સરનામા અને હસ્તાક્ષર માટેનું રજીસ્ટાર નિભાવાતું ન હોવાથી જયેશભાઇ ઉર્ફે જીતુભાઇ નારાણભાઇ ગઢવી (રહે. કાઠડા)વાળા સામે ફોજદારી નોંધાવાઇ હતી.

માધાપરમાં ક્રિકેટ મેચ બંધ કરાવી પોલીસે સાધનો જપ્ત કર્યા
માધાપરના જુનાવાસમાં આવેલા શક્તિનગરના ગરબી ચોકમાં ક્રિકેટ મેચનું આયોજન કરી લાઉડ સ્પીકર વગાડતા હોવાથી બી-ડિવિઝન પોલીસ મથકે આયોજક દિવ્ય નવીનભાઇ પટવા, અમુલભાઇ બીપીનભાઇ મહેતા (રહે. બંને ભુજ)વાળા સામે ગુનો નોંધી મેચના સાધનો કિંમત રૂપીયા 6 હજાર કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ભુજમાં પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ

કોરોનાનો કહેર વધતો ગયો છે અને લોકોમાં ભય ઓછો થઇ જતા રવિવારે ભારે ભીડ જોવા મળતી હોય છે. લોકોમાં જાગૃતી આવે તેમજ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે માસ્ક અને સેનેટાઇઝેશન અને સામાજીક અંતરની અમલવારી માટે પશ્ચિમ કચ્છ નાયબ પોલીસ અધિક્ષક જે. એન. પંચાલ, એ-ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટર એમ. આર. બારોટ, સીટી ટ્રાફિક વી. એચ. ઝાલા તેમજ પોલીસ કાફલા દ્વારા શહેરના મ્યુઝીયમ, વોકવે અને હમીરસર તળાવ વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. હાથલારી અને ખાણી-પીણીની લારીઓ પર માસ્ક તથા હેન્ડ ગ્લોવ્ઝ પહેરીને નાસતો આપવામાં આવે તે અંગે સમજ કરી હતી તેમજ શહેરીજનોને પણ માસ્ક પહેવારની અપીલ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો