તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હાલાકી:પોરબંદરની ચોપાટી પર રેઢિયાળ પશુઓનો અડીંગો, લોકો ત્રાહિમામ

પોરબંદર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાહેર માર્ગોની સાથોસાથ હવે ફરવા લાયક સ્થળોમાં પણ પશુઓથી પરેશાની

પોરબંદરની ચોપાટી ખાતે રાત્રિના સમયે લોકો રેઢિયાળ પશુઓથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. જાહેર માર્ગોની સાથોસાથ હવે ફરવા લાયક સ્થળો પર પણ પશુઓથી લોકોને પરેશાની વેઠવી પડી છે. જાહેર માર્ગોપર રેઢિયાળ પશુઓના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. શહેરના મોટાભાગના માર્ગો પર રસ્તા વચ્ચે પશુઓ બેસતા હોવાના કારણે વાહનચાલકોમાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. અને આખલા યુદ્ધમાં અનેક વખત નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે. જવાબદાર તંત્રની ઘોર બેદરકારીને કારણે રેઢિયાળ પશુઓના ત્રાસથી લોકોની મુશ્કેલી વધી છે.

હાલ ચોપાટી ખાતે રાત્રીના સમય દરમ્યાન મોટી સંખ્યામાં લોકોનો જમાવડો રહતો હોય છે. પરંતુ હવે જાહેર માર્ગોની સાથોસાથ ચોપાટી સહિતના હરવા ફરવા લાયક સ્થળો પર પણ રેઢિયાળ પશુઓ આટા ફેરા કરતા હોવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. નાના ભૂલકાઓ સહિત વૃદ્ધો પણ ચોપાટી ખાતે અવરજવર કરતા હોય છે ત્યારે રેઢિયાળ પશુઓના કારણે સૌ કોઈ પરેશાન બન્યા છે. જેથી જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો