તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઉજવણી:વડાપ્રધાનના 70મા જન્મદિવસે સરકાર 70 સ્થળે કાર્યક્રમો યોજશે

અમદાવાદએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકારે જાહેર કરેલી પાંચ યોજનાનું પંચજન્ય લોકાર્પણ કરાશે, જેમાંં કેન્દ્રીય ગૃહમંત્રી શાહ અને રાજ્યપાલ પણ જોડાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મ દિવસે રાજ્ય સરકાર દ્વારા વિવિધ 5 વિકાસ કાર્યોનો પંચામૃત ધારાનું લોકાર્પણ કરાશે. ઉપરાંત રાજ્યના વિવિધ 70 સ્થળો પર કાર્યક્રમો યોજીને મોદીના જન્મ દિવસની ઉજવણી કરાશે. સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજનાના વધુ બે પગલાનું ઇ-લોન્ચિંગ કરાશે. ઉપરાંત ડેડિયાપાડા-સાગબારા જૂથ પાણી પુરવઠા યોજના,ગાંધીનગરમાં 24 કલાક પીવાના પાણીની યોજના, 10 લાખ માતા-બહેનોને ઝીરો ટકાએ ધિરાણની મહિલા ઉત્કર્ષ યોજના અને ક્લાયમેટ ચેન્જના એમઓયુ એમ પાંચ જેટલી યોજનાઓનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રી રૂપાણી કરશે.

મોદીના 70મા જન્મદિવસે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી વિવિધ 5 યોજનાનું પંચજન્ય લોકાર્પણ કરાશે. ઉપરાંત રાજ્યના 70 જેટલાં સ્થળોએ વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમોનું આયોજન સરકાર દ્વારા કરાયું છે. રાજ્ય સરકારના કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ જોડાશે. ઉપરાંત ભાજપ દ્વારા પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. દરેક ગામ અને મહોલ્લામાં ભાજપ પક્ષના કાર્યકરો અને નેતાઓ દ્વારા વડાપ્રધાનના 70મા જન્મદિવસની ઉજવણી કરાશે તેમ ભાજપના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે પણ વડાપ્રધાન મોદીના જન્મદિવસને ધ્યાનમાં રાખીને તેમના જીવન કથાને વર્ણવતી પ્રદર્શની યોજવામાં આવી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો