પ્રશંસા / ડિરેક્ટર વિકાસ બહલને ક્લિન ચિટ મળતાં જ આનંદ કુમારે કહ્યું, તે એક સારો અને મહેનતુ વ્યક્તિ

On receiving the clean chit of Director Vikas Bahal, Anand Kumar said, he is a good and hardworking person

Divyabhaskar.com

Jun 12, 2019, 05:15 PM IST

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર રીતિક રોશનની 'સુપર 30' 12 જુલાઈએ રિલીઝ થઈ રહી છે. ફિલ્મના નવા પોસ્ટર તથા ટ્રેલરમાં વિકાસ બહલને ડિરેક્ટર તરીકે ક્રેડિટ આપવામા આવી છે. વિકાસને યૌન શોષણ મામલે ક્લિન ચિટ મળ્યા બાદ આ ક્રેડિટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આના પર આનંદ કુમારે કહ્યું હતું કે વિકાસ એક સારો વ્યક્તિ છે અને ઘણો જ મહેનતી છે. તે ઈચ્છે છે કે વિકાસ અનેક સારી ફિલ્મ્સનો હિસ્સો બને.

રીતિકની કાસ્ટિંગ પર આનંદે આ વાત કહી
હાલમાં જ આનંદ કુમારે અંગ્રેજી પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં ફિલ્મને લઈ વાત કરી હતી. ટ્રેલર રિલીઝ થયા બાદ રીતિકની કાસ્ટિંગ સામે સોશિયલ મીડિયામાં સવાલ ઉઠાવવામા આવ્યા હતાં. આનંદને જ્યારે પૂછવામાં આવ્યું કે તેના મતે રીતિક આ રોલ માટે ફિટ હતો કે નહીં? જેના જવાબમાં આનંદે કહ્યું હતું કે રીતિક એક સારો એક્ટર છે. પાત્રમાં ઢળવા માટે રીતિક તેની જેમ જ રૂમાલ નાખીને ફરતો હતો. રીતિકને જોઈ તેને પણ નવાઈ લાગતી હતી. તેણે ઘણું જ સારું કામ કર્યું છે.

રીતિક-વિકાસે આનંદ સાથે સમય પસાર કર્યો
ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તે પહેલાં વિકાસ બહલ તથા રીતિક રોશને ઘણો સમય આનંદ સાથે પસાર કર્યો હતો. ફિલ્મનું થોડું શૂટિંગ થયું ત્યારબાદ વિકાસ પર મીટૂ મૂવમેન્ટ હેઠળ એક મહિલાએ આરોપો લગાવ્યા હતાં. ત્યારબાદ વિકાસને ફિલ્મથી અલગ કરી દેવામાં આવ્યો હતો અને અનુરાગ કશ્યપે ડિરેક્શન કર્યું હતું.

'સુપર 30'માં શિક્ષકની વાત
આ ફિલ્મ આનંદ કુમારના જીવન પર આધારિત છે. જે બિહારમાં ગણિત શિક્ષક છે અને પોતાના કોચિંગ ક્લાસ ચલાવે છે. તેઓ એવા વિદ્યાર્થીઓને ભણાવે છે, જે અભ્યાસનો ખર્ચ કાઢી શકતા નથી. આનંદે ગરીબ બાળકોને આઈઆઈટી-જેઈઈ જેવી એન્જિનિયરિંગ એક્ઝામ માટે તૈયાર કર્યાં છે. ફિલ્મમા આનંદના સંઘર્ષને બતાવવામાં આવ્યો છે.

X
On receiving the clean chit of Director Vikas Bahal, Anand Kumar said, he is a good and hardworking person

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી