તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:બોરીવલી- કાંદિવલી વચ્ચે નાઈટ શિફ્ટમાં ડ્યુટી પર જતી નર્સનો ટ્રેનમાં વિનયભંગ

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માનખુર્દ ક્વોરન્ટાઈન સેન્ટરમાં કોરોનાગ્રસ્ત સગીરાનો પણ વિનયભંગ

કોરોનાના સમયમાં દર્દીની સેવા માટે દિવસરાત ઝઝૂમતા આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા પર પ્રશ્નાર્થ નિર્માણ કરતી ઘટનાઓ મુંબઈમાં બની છે. હોસ્પિટલમાં નાઈટ શિફ્ટમાં ડ્યુટી પર જતી નર્સનો દોડતી લોકલમાં વિનયભંગ કરવામાં આવ્યાની ઘટના બની હતી. આ પ્રકરણે 24 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. બોરીવલી અને કાંદીવલી રેલવે સ્ટેશન વચ્ચે રાત્રે સાડા દસના સુમારે દોડતી લોકલમાં આ ઘટના બની હતી. આ પ્રકરણે પોલીસે રામેશ્વર નામના 24 વર્ષના યુવકની ધરપકડ કરી હતી. આ પહેલાં પણ એણે આવા ગુના કર્યા હશે એવો પોલીસને શક છે. આરોપી યુવક પાસે રેલવેમાં પ્રવાસ કરવા કોઈ અધિકૃત ઓળખપત્ર નહોતું એવી માહિતી પોલીસે આપી હતી.

કોરોનાની પાર્શ્વભૂમિ પર સામાન્ય નાગરિકો માટે ઉપનગરીય રેલવે સેવા બંધ રાખવામાં આવી છે. ફક્ત અત્યાવશ્યક સેવાના કર્મચારીઓને જ રેલવેથી પ્રવાસ કરવાની છૂટ છે. ગોરેગાવની સરકારી હોસ્પિટલમાં નોકરી કરતી નર્સ નાઈટ શિફ્ટમાં ડ્યુટી પર જતી હતી. કાંદીવલી અને બોરીવલી દરમિયાન ટ્રેન ઊભી રહી ત્યારે આરોપી યુવક ડબ્બામાં ચઢ્યો હતો. એણે નર્સનો વિનયભંગ કર્યો હતો. આ ઘટના પછી નર્સ બોરીવલી સ્ટેશન પર ઉતરી અને રેલવે પોલીસને આ બાબતે ફરિયાદ કરી હતી.મુંબઈમાં બનેલી અન્ય એક વિનયભંગની ઘટનામાં માનખુર્દ ખાતેના ક્વોરન્ટાઈન સેંટરમાં એક કોરોનાગ્રસ્ત સગીર છોકરીનો વિનયભંગ કરવામાં આવ્યો હતો. મુંબઈમાં કોવિડ સેંટરમાં યુવતી સાથે દુષ્કર્મની ઘટના હજી તાજી છે ત્યાં આવી બીજી આઘાતજનક ઘટના બની હતી. આ પ્રકરણે 20 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે આપેલી માહિતી અનુસાર આરોપી જંતુનાશક ફવારણી કરતો કર્મચારી છે. એણે ક્વોરન્ટાઈન સેંટરમાં 17 વર્ષની છોકરીનો વિનયભંગ કર્યો હતો. રિપોર્ટ અનુસાર 9 સપ્ટેમ્બરના આ છોકરીને કોરોનાનું સંક્રમણ થયાનું સ્પષ્ટ થયું હતું. એને માનખુર્દ ખાતેના ક્વોરન્ટાઈન સેંટરમાં દાખલ કરવામાં આવી હતી. સોમવારે સવારે આરોપીએ ત્યાં છોકરીનો વિનયભંગ કર્યો ત્યારે છોકરીએ એનો વિરોધ કર્યો હતો પણ આરોપીને સગીરને તમાચો માર્યો હતો એવી માહિતી પોલીસે આપી હતી.

કોવિડ સેંટર અસુરક્ષિતઃ ફડણવીસ : રાજ્યના કોવિડ સેંટર અને અન્ય ઠેકાણે મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓમાં મોટો વધારો થયો છે. મહિલા સુરક્ષા બાબતે રાજ્ય સરકારનું દુર્લક્ષ થઈ રહ્યું છે. સરકારે આ ઘટનાઓની ગંભીરતા ધ્યાનમાં લેતા તાત્કાલીક ઉપાયયોજના કરવી. કોવિડ અને ક્વોરન્ટાઈન સેંટરમાં મહિલા સુરક્ષાની એસઓપી તરત તૈયાર કરવી એવી માગણી વિધાનસભાના વિરોધ પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે કરી છે.

રાજ્યમાં મહિલાઓ પર વધતા અત્યાચાર, તેમની સુરક્ષા માટે કરવાની જરૂરી ઉપાયયોજના વગેરે બાબતે આ પહેલાં પત્રવ્યવહાર પણ કર્યો હતો અને એસઓપી તૈયાર કરવાની માગણી કરી હતી. પણ એ સંદર્ભે હજી કોઈ કાર્યવાહી થઈ નથી. તેથી ફરીથી મુખ્યમંત્રીને પત્ર મોકલ્યો છે એમ ફડણવીસે નોંધ્યું હતું. સરકાર મહિલાઓની સુરક્ષા બાબતે કોઈ તકેદારી લેતા દેખાતી નથી. અન્ય વિષયો પર ઘણું બોલનારા, ઘણાં દિવસે ક્યારેક ટીવી પર આવતા ચહેરા આ બાબત પર વિરોધ દર્શાવતા પણ દેખાતા નથી એ આજની વાસ્તવિકતા છે, અસંવેદનશીલતા છે એમ ફડણવીસે પત્રમાં જણાવ્યું છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો