સંખેડા / હવે ખેડૂતોને વધુ 20 દિવસ માટે નર્મદાનું સિંચાઇનું પાણી અપાશે

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

  • ધારાસભ્યે ના. મુખ્યમંત્રીને રજૂઆત કરતાં માગણી સ્વીકારાઈ
  • 15 માર્ચને બદલે 5 એપ્રિલ સુધી નર્મદાનું પાણી ખેડૂતોને મળશે

દિવ્ય ભાસ્કર

Mar 18, 2020, 08:59 AM IST

સંખેડા, વડોદરા: નર્મદા કેનાલના પાણી વધુ 20 દિવસ સુધી ખેડૂતોને ખેતીની સિંચાઇ માટે આપવામાં આવશે. સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવીએ અને સાવલાની ધારાસભ્ય કેતનભાઇ ઇનામદારા દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને રજૂઆત કરતા વધુ 20 દિવસ કેનાલ ચાલુ રાખવા માગણી સ્વીકારી હતી.

તા.5મી એપ્રિલ સુધી નર્મદાના પાણી ખેડૂતોને સિંચાઇ માટે મળશે.
છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ખેતીની સિંચાઇ માટે ખેડૂતો ખેતીના પાણી માટે આધાર નર્મદાની કેનાલના મળતા પાણી ઉપર જ રાખે છે. તા.5મી એપ્રિલ સુધી નર્મદાના પાણી ખેડૂતોને સિંચાઇ માટે મળશે.નર્મદા કેનાલના પાણી ખેડૂતોને ખેતીની સિંચાઇ માટે તા.15મી માર્ચ સુધી આપવાનું હતું. જેને લઇને ખેડૂતો દ્વારા પાણી આપવાનો સમય વધારવા ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇ સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવીએ અને સાવલીના ધારાસભ્ય કેતનભાઇ ઇનામદારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને રજૂઆત કરતા ખેડૂતોના હિતને ધ્યાને રાખીને વધુ 20 દિવસ સુધી નર્મદાનું પાણી આપવાની માગણી સ્વીકારી હતી. તા.5મી એપ્રિલ સુધી ખેડૂતોને પાણી આપવામાં આવશે.

X
ફાઈલ ફોટોફાઈલ ફોટો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી