સુરેન્દ્રનગર / હવે અગરિયાઓને રણ બેઠા હૃદય સહિતની બીમારીની વીડિયો કોલથી સારવાર મળશે

Now Salt worker got heart and other disease treatment thorough video call in small rann of kutch in surendranagar district

  • હોપ્સની હેલ્થકેર મોબાઇલ હેલ્થ વાન ભાવનગરથી લાવી રણમાં 30થી વધુ અગરિયાઓની ઇસીજી સહિતની સારવાર કરી

Divyabhaskar.com

Dec 09, 2019, 03:18 PM IST
પાટડી: રણમાં મીઠું પકવતા અગરિયાઓ ચામડી સહિતની જટીલ બીમારીઓથી પીડાય છે. હવેથી અગરિયાઓને રણ બેઠા હૃદય સહિતની બીમારીની વીડિયો કોલથી સારવાર મળવાનું સપનું સાકાર થયું છે. હોપ્સની હેલ્થકેર મોબાઇલ હેલ્થ વાન ભાવનગરથી લાવી રણમાં 30થી વધુ અગરિયાઓની ઇસીજી સહિતની સારવાર કરી હતી. આગામી દિવસોમાં આવી પાંચ મોબાઇલ હેલ્થવાન મીઠું પકવતા અગરિયાઓના ઝુંપડે-ઝુંપડે જઇ સારવાર કરશે.
અગરિયા પરંપરાગત રીતે મીઠું પકવે છે
રણમાં અંદાજે 2000 અગરિયા પરિવારો પરંપરાગત રીતે પેઢી દર પેઢી મીઠું પકવવાનું આકરૂ કામ કરે છે. છેવાડાના માનવી તરીકે ઓળખાતો અગરિયા સમુદાય રાત-દિવસ 24 કલાક ખારા પાણીમાં કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું પકવવાનું આકરૂ કામ કરતા હોવાથી મોટા ભાગના અગરિયાઓ ચામડી, રંતાધણાપણા અને બીપી સહિતના રોગચાળાથી પીડાય છે. અને રણમાં મીઠું પકવતા અગરિયાઓનું સરેરાશ આયુષ્ય પણ અન્ય લોકો કરતા પ્રમાણમાં ખુબ ઓછું હોય છે.
ટેલિ મેડિસિનથી મફત સારવાર
આથી એટલાન્ટા, રિયાધ, આફ્રિકા ( ઇથોપીયા અને ઝામ્બીયા ), અને ઓમાનમાં કાર્યરત હોપ્સ નામની કંપનીએ રણમાં અત્યાધુનિક ટેક્નોલોજીની સુવિધાવાળી પાંચ મોબાઇલ હેલ્થ વાન શરૂ કરવાની સુંદર યોજના બનાવી છે. જે અંતર્ગત ડો.રીમાબેનની આગેવાનીમાં અગરિયા હિત રક્ષક મંચના ભરતભાઇ સોમેરા સહિતની ટીમ દ્વારા ભાવનગરથી અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ મોબાઇલ હેલ્થ વાન મંગાવી ઝીંઝુવાડાના વિસનગર રણમાં હેલ્થ કેમ્પ યોજી 30થી વધુ અગરિયાઓને રણ બેઠા ઇસીજી સહિતના વિવિધ રિપોર્ટ બનાવી અમદાવાદના ખ્યાતનામ ડોક્ટરોને ઇન્ટરનેટથી રિપોર્ટ મોકલી લાઇવ વીડિયો કોલિંગ દ્વારા ટેલિ મેડિસિન દ્વારા રણબેઠા જટીલ બીમારીની સારવાર કરી મફતમાં દવા વિતરણ કરવામાં આવી હતી.
અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ મોબાઇલ હેલ્થ કેર વાન
આ મોબાઇલ હેલ્થ કેર વાન અદ્યતન તબીબી ઉપકરણો અને આઇસીટી ( માહિતી અને સંચાર તકનીક ) પ્લેટફોર્મથી સજ્જ છે. જેમાં ઇન બિલ્ટ ટેલિમેડીસિન સોફ્ટવેર છે. તે ઇસીજી ( 12 લીડ્સ અને 5 લીડ્સ ), ઓપ્થેલ કેમેરા, ડિજીટલ સ્ટેથોસ્કોપ, ડિજીટલ ત્વચા કેમેરા, ઇઇજી, અલ્ટ્રા સાઉન્ડ, ફિટલ હાર્ટ રેટ ડોપ્લર, બ્લડ પ્રેશર મશીન, Sp02 ચકાસણી, તાપમાન, ઉંચાઇ, વજન મશીન, પેશાબ વિશ્લેષણ, ગ્લુકોમીટર, હિમોગ્લોબિન વિશ્લેષણ અને વિશાળ શ્રેણીના તબીબી ઉપકરણો સાથે ઇન્ટરફેસ કરે છે.તેમાં કાર્ડિયાક સ્ક્રીનીંગ અને કેર, રૂટીન બોડી વાઇટલ્સ ચેક, આઇ સ્ક્રીનીંગ અને ચેક એન્ટીરીયર અને પોસ્ટરિયર, રેટીના ચેક, રેડીનોપેથી, મોતીયા, ગ્લેકોમા, મગજ અને નર્વ ટેસ્ટ, પ્રિનેટલ ચેક, પેથોલોજી લેબ ટેસ્ટ, સ્કિન કેરનો સમાવેશ થાય છે. અને તે વીડિયો કોલ મોડ્યુમથી સક્ષમ છે.
(તસવીર: મનીષ પારીક, પાટડી)
X
Now Salt worker got heart and other disease treatment thorough video call in small rann of kutch in surendranagar district
Now Salt worker got heart and other disease treatment thorough video call in small rann of kutch in surendranagar district
Now Salt worker got heart and other disease treatment thorough video call in small rann of kutch in surendranagar district
Now Salt worker got heart and other disease treatment thorough video call in small rann of kutch in surendranagar district
Now Salt worker got heart and other disease treatment thorough video call in small rann of kutch in surendranagar district

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી