વડોદરા / હંસા મહેતા લાયબ્રેરીના 8 લાખ પુસ્તકોમાં હવે RFID લગાવાશે

હંસા મહેતા લાઇબ્રેરી - ફાઇલ તસવીર
હંસા મહેતા લાઇબ્રેરી - ફાઇલ તસવીર

  • હવે તબક્કાવાર MSUની તમામ લાયબ્રેરીઓમાં RFID રખાશે 

Divyabhaskar.com

Dec 29, 2019, 08:20 PM IST

વડોદરાઃ એમ.એસ.યુનિ.ની હંસા મહેતા લાઇબ્રેરીમાં આવેલા પુસ્તકોમાં 3 કરોડના ખર્ચે રેડિયો ફ્રીકવન્સી આઈડેન્ટીફીકેશન સીસ્ટમ લગાવાશે જેના પગલે પુસ્તકોનું ટ્રેકિંગ કરી શકાશે. તબક્કાવાર યુનિવર્સિંટીની તમામ લાઈબ્રેરીના પુસ્તકોમાં આરએફઆઇડી લગાડાશે. યુનિ.માં આવેલી સૌથી મોટી હંસા મહેતા લાઈબ્રેરીના 8 લાખ જેટલા પુસ્તકોને રેડિયો ફ્રીકવન્સી આઈડેન્ટીફીકેશન સીસ્ટમની ચીપ થી કાર્યરત કરાશે. દરેક પુસ્તકમાં આરએફઆઇડીની ચીપ લગાડવામાં આવશે જેના પગલે કયું પુસ્તક કયાં છે કયા રેંકમાં આવેલી છે તેની જાણકારી મળી શકશે

નાની મોટી 25 લાઇબ્રેરીમાં પણ આ સિસ્ટમ ચાલુ કરવામાં આવશે
વિદ્યાર્થીઓને જયારે પુસ્તક ઇસ્યુ કરાશે ત્યારે તેનો રેકર્ડ રહશે જેનાથી કોની પાસે પુસ્તક છે તેની પણ જાણકારી મળી જશે. કોઇ પણ વ્યક્તિ બુક ઇસ્યુ કર્યા વગર લઇ જતી હશે તો તેના માટે વોર્નિંગ એર્લટ લાઇબ્રેરીને મળી જશે જેનાથી કોઇ વ્યક્તિ પુસ્તક લઇ જઇ શકશે નહિ. હંસા મહેતા લાઈબ્રેરીની સાથે યુનિવર્સીટીમાં આવેલી નાની-મોટી તમામ 25 જેટલી લાઈબ્રેરીના પુસ્તકોમાં આરએફઆઇડી ચીપ લગાડાશે. આ ટેકનોલોજીના પગલે ઓછાં કર્મચારીઓ પર પણ લાઇબ્રેરીનું સંચાલન કરી શકાશે.

પુસ્તક કયા રેકમાં છે તે પણ જાણી શકાશે
આરએફઆઇડી ચીપ લગાડી દીધા પછી પુસ્તક કયાં રેકમાં કઇ જગ્યાએ પડી છે તેનું લોકેશન જાણી શકાશે. જેના કારણે પુસ્તક શોધવા માટે સરળતા રહશે. આ ઉપરાંત ટ્રેકિંગ સીસ્ટમ ના આધારે કોઇ પુસ્તક ઇસ્યુ કર્યું હશે અને લાઇબ્રેરીમાં નહિ હોય તો તેની પણ જાણકારી મેળવી શકાશે. કોઇ વ્યક્તિ પુસ્તક ઇસ્યુ કર્યા વગર લઇ જઇ શકશે નહિ.

X
હંસા મહેતા લાઇબ્રેરી - ફાઇલ તસવીરહંસા મહેતા લાઇબ્રેરી - ફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી