• Home
  • National
  • Now IRCTC will operate Ahmedabad Mumbai and Delhi Lucknow Tejas, rent will also be decided

રેલવે / અમદાવાદ-મુંબઈ વચ્ચે દેશની પહેલી ખાનગી ટ્રેન ‘તેજસ’ સપ્ટેમ્બરથી દોડશે, ટિકિટના દર ફ્લેક્સી ફેરથી નક્કી થશે 

Now IRCTC will operate Ahmedabad-Mumbai and Delhi-Lucknow Tejas, rent will also be decided

  • આઇઆરસીટીસીને 3 વર્ષ માટે આ ટ્રેનોનું સંચાલન સોંપવામાં આવશે, ટિકિટની તપાસ પણ રેલવે સ્ટાફ નહિ કરે
  • ટ્રેનોનું સંચાલન ખાનગી હાથોમાં સોંપવા પહેલા પરિક્ષણના ભાગરૂપે રેલવેએ આ પહેલું પગલું ભર્યું

Divyabhaskar.com

Aug 21, 2019, 04:55 AM IST

અમદાવાદ: દેશની પહેલી ખાનગી ટ્રેન ‘તેજસ’ અમદાવાદ - મુંબઈ અને નવી દિલ્હી - લખનઉ વચ્ચે દોડાવવા માટે રેલવેએ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)ને લીલીઝંડી આપી દીધી છે. આઈઆરસીટીસીને આ બન્ને પ્રીમિયમ ટ્રેન પ્રાયોગિક ધોરણે 3 વર્ષ સુધી ચલાવવા માટે આપવામાં આવશે. ત્રણ વર્ષ બાદ અધિકારીઓ તેની સમીક્ષા કરી જરૂર જણાશે તો કોન્ટ્રાક્ટ આગળ વધારશે. આ ટ્રેનનું ભાડું ફ્લેક્સી ફેર સિસ્ટમથી વસૂલ કરવામાં આવશે. જ્યારે ટ્રેનમાં કોઈ પણ પ્રકારના કન્સેશન તેમજ ડ્યૂટી પાસને મંજૂરી આપવામાં નહીં આવે. એજરીતે ટ્રેનમાં રેલવેના ટીટીઈ ટિકિટ ચેકિંગ પણ કરશે નહીં.

પેસેન્જર સુવિધા પૂૂરી પાડવાની સંપૂર્ણ જવાબદારી આઈઆરસીટીસીની
આઈઆરસીટીસીના અધિકારીએ જણાવ્યું કે, રેલવેના 100 દિવસના એક્શન પ્લાન હેઠળ રેલવે દ્વારા આઈઆરસીટીસીને બે રૂટ અમદાવાદ-મુંબઈ અને નવી દિલ્હી - લખનઉ રૂટ પર ટ્રેન ચલાવવાની જવાબદારી મળી છે. જેના પગલે આઈઆરસીટીસીએ દેશના સૌથી વધુ વ્યસ્ત એવા આ બન્ને રૂટ પર સપ્ટેમ્બર મહિનામાં પ્રીમિયમ ટ્રેન તેજસ ચલાવવાની કવાયત શરૂ કરી છે. ટ્રેનમાં ટિકિટ બુકિંગ તેમજ પેસેન્જર સુવિધા પૂૂરી પાડવાની સંપૂર્ણ જવાબદારી આઈઆરસીટીસીની રહેશે.

ટ્રેન અમદાવાદથી સવારે 6.40 વાગે ઉપડી બપોરે 1.10 વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે
આ બન્ને ટ્રેનો સપ્તાહમાં 6 દિવસ દોડાવવામાં આવશે. અમદાવાદ - મુંબઈ તેજસ એક્સપ્રેસની માહિતી આપતા અધિકારીએ જણાવ્યું કે, આ ટ્રેન અમદાવાદથી સવારે 6.40 વાગે ઉપડી બપોરે 1.10 વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. જ્યારે મુંબઈ સેન્ટ્રલથી આ ટ્રેન બપોરે 3.40 વાગે ઉપડી રાતે 9.55 વાગે અમદાવાદ પહોંચશે. જ્યારે માર્ગમાં આ ટ્રેન વડોદરા અને સુરત સ્ટેશને રોકાશે.

ટ્રેન દોડાવવા થતાં ખર્ચ મુજબ ટિકિટના દર રખાશે
દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ હોલેજ કોન્સેપ્ટ પર દોડાવવામાં આવશે. એક ટ્રેન કે કોચને એક સ્ટેશનેથી બીજા સ્ટેશન સુધી પહોંચાડવાનો જે ખર્ચ થાય છે તેને હોલેજ ખર્ચ કહેવામાં આવે છે. રેલવે જેને પણ ટ્રેન દોડાવવા માટે આપશે તેની પાસેથી હોલેજ ખર્ચ અને તેની ઉપર થોડોક નફો ગણી ચોક્કસ રૂપિયા લેશે. જ્યારે ટ્રેન ચલાવવામાં નફો કે નુકસાન થાય એ કોન્ટ્રાક્ટરની જવાબદારી રહેશે.

X
Now IRCTC will operate Ahmedabad-Mumbai and Delhi-Lucknow Tejas, rent will also be decided

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી