તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Now Flood In Karnataka, Water Only In Hyderabad, Today Rain Alert In 10 States Including Gujarat, Madhya Pradesh

ભારે વરસાદ:હવે કર્ણાટકમાં પૂર, હૈદરાબાદમાં પાણી જ પાણી, આજે ગુજરાત, મધ્ય પ્રદેશ સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

હૈદરાબાદ/કલબુર્ગી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
હૈદરાબાદમાં નવજાતને સુરક્ષિત સ્થાને પહોંચાડી રહેલા રાહતકર્મી.

દક્ષિણ ભારતમાં વરસાદે ફરી કહેર મચાવ્યો છે. તેલંગાણા, આંધ્રપ્રદેશ પછી કર્ણાટકમાં પણ ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. રવિવારે સવારે 25 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડાયા હતા. હૈદરાબાદમાં એક સપ્તાહમાં બીજીવાર શનિવારે રાત્રે ધોધમાર વરસાદને કારણે રસ્તા પર નદીની જેમ પાણી ભરાઈ ગયા હતા. અહીં આર્મી પણ બચાવ કામગીરી કરી રહ્યું છે.

હૈદરાબાદમાં અત્યારમાં સુધી 50 મોત, 20 હજારથી વધુ લોકોને બચાવાયા
હૈદરાબાદમાં જનજીવન સંપૂર્ણ ઠપ છે. રવિવારે વધુ બે લોકોના મોત સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ 50 લોકોના મોત થયા છે. આંધ્ર સરકારે કેન્દ્ર પાસે 2550 કરોડના રાહત પેકેજની માંગ કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે સોમવારે ગુજરાત, તેલંગાણા, આંધ્ર, કર્ણાટક, મહારાષ્ટ્ર, પ.બંગાળ, ઝારખંડ, રાજસ્થાન, તમિલનાડુ, મધ્ય પ્રદેશમાં અનેક ઠેકાણે વરસાદ પડશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો