તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બેઠક:હવે કોંગ્રેસના ધારાસભ્યોને ‌BJPમાં નહીં લેવાય : પાટીલ

કરજણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કરજણની પેટા ચૂંટણીમાં કાર્યકરોને માર્ગદર્શન આપવા બેઠક મળી
  • MLAના ખરીદ-વેચાણની પ્રથા ચીમનભાઈ-શંકરસિંહ વખતની છે

કરજણ શિનોર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે ભાજપના કાર્યકરો અને શક્તિ કેન્દ્રોના ઇન્ચાર્જને જરૂરી માર્ગદર્શન આપવા માટે બેઠક યોજાઈ હતી, જેમાં ચૂંટણી જીતવા માટે રણનીતિ સમજાવી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પક્ષપલટુનો મુદ્દો ભાજપને ચૂંટણીમાં નહીં નડે. લોકહિત માટે ધારાસભ્ય પદ છોડ્યું છે. ગુજરાતના ગૃહમંત્રી અને કરજણ વિધાનસભાના ઇન્ચાર્જ પ્રદીપસિંહ જાડેજા પણ મીટિંગમાં હાજર રહ્યા હતા.કરજણ શિનોર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પહેલીવાર કરજણ ખાતે આવ્યા હતા.

જેમાં કરજણના કંડારી માનવ કેન્દ્ર સ્કૂલ ખાતે ભાજપના કાર્યકરો અને શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ તેમજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ઇન્ચાર્જ સાથે ચૂંટણીલક્ષી બેઠક યોજી હતી. આ બેઠકમાં ધારાસભ્યો કરોડોમાં ખરીદ્યા છે, તેના જવાબમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ચીમનભાઈ વખતે અને શંકરસિંહ વખતે ધારાસભ્યો ખરીદાયા હતા, જેથી ખરીદ-વેચાણની ટેવ કોંગ્રેસની છે. અમે કોંગ્રેસના ધારાસભ્યો લઈશું નહીં અને જે લીધા છે એ મારા આવતા પહેલાં લીધા છે. ભાજપમાં જોડાયા બાદ એ ભાજપના કાર્યકર છે. આ મીટિંગમાં કરજણ શિનોર વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ હાજરી આપી હતી.બેઠકમાં્ ચૂંટણીના વિવિધ મુદે ગહન ચર્ચા કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો