તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Now, Aamir Khan Is Seen In Army Uniform, Preparing For Laal Singh Chaddha

હવે, આમિર ખાન સેનાના યુનિફોર્મમાં જોવા મળ્યો, ‘લાલ સિંહ ચઢ્ઢા’ની તૈયારી કરી રહ્યો છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ આમિર ખાન તથા કરીના કપૂરની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની જ્યારથી જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી જ ચાહકો આ ફિલ્મને લઈ ઘણાં જ ઉત્સુક જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મના ઓફિશિયલી બે પોસ્ટર્સ રિલીઝ કરવામાં આવ્યા છે. આમિરની સેટ પરની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ બની છે. હવે, આમિર ખાનના નવા લુકની તસવીર વાયરલ બની છે, આ તસવીરમાં આમિર સેનાના યુનિફોર્મમાં જોવા મળે છે. 

નવો લુક વાયરલ
‘લાલ સિંહ ચઢ્ઢા’ના સેટ પર આમિર ખાન ફિમેલ ફેન સાથે સેનાના યુનિફોર્મમાં તથા ક્લીન શેવ લુકમાં જોવા મળે છે. આ પહેલાં આમિર ખાનનો મોટી દાઢી તથા પાઘડીવાળો લુક વાયરલ થયો હતો. ઓરિજિનલ ‘ફોરેસ્ટ ગમ્પ’માં ગમ્પ (ટોમ હેન્કસ) વિયેટનામ યુદ્ધમાં સામેલ થાય છે. ‘લાલ સિંહ ચઢ્ઢા’માં બાબરી મસ્જિદનો મુદ્દો સમાવવામાં આવ્યો હોવાનું ચર્ચાય છે. જોકે, મેકર્સ આ મુદ્દે કોઈ ઓફિશિયલ વાત કરી નથી. 

ક્રિસમસ પર સોલો રિલીઝ
ઉલ્લેખનીય છે કે આમિરની ‘લાલ સિંહ ચઢ્ઢા’ 1994માં આવેલી હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની સત્તાવાર હિંદી રીમેક છે. હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’એ છ ઓસ્કર જીત્યા હતાં, જેમાં બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ પિક્ચર તથા બેસ્ટ એક્ટર સામેલ છે. આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ આ વર્ષે ક્રિસમસ પર સોલો રિલીઝ થશે. પહેલાં અક્ષય કુમારની ‘બચ્ચન પાંડે’ રિલીઝ થવાની હતી પરંતુ આમિરે વિનંતી કરતા અક્ષયે પોતાની ફિલ્મ વર્ષ 2021માં રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો.

‘લાલ સિંહ ચઢ્ઢા’માં આ કલાકારો જોવા મળશે
‘સિક્રેટ સુપરસ્ટાર’ બનાવી ચૂકેલા અદ્વૈત ચંદન જ ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં આમિર-કરીના ઉપરાંત મોના સિંહ, માહી વીજ, વિજય સેતુપતિ જેવા કલાકારો છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો