તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ચેકિંગ:રજિસ્ટ્રેશન વગર જ કેન્ટીન ચલાવતી 3 હોસ્પિટલને નોટિસ

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સવિતા, સયાજી, નરહરિ હોસ્પિટલમાં ચેકિંગ
  • કેન્ટીનમાંથી ખાદ્ય પદાર્થોના 7 નમૂના લેવાયા

કોરોનાના દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલની કેન્ટીનમાં ફૂડ વિભાગે ચેકિંગ કરી 7 નમૂના લઇ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલ્યા છે. કોરોનાના દર્દીઓને ગોત્રી સહિતની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાય છે. દર્દીઓના સંબંધી, સ્ટાફ તેમજ અન્ય લોકો માટે નાસ્તો અને જમવાનું બનાવવા હોસ્પિટલમાં કેન્ટીનની સુવિધા ઉપલબ્ધ છે. જ્યાં પાલિકાના ફૂડ વિભાગે ચેકિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત ત્રણ કેન્ટીન આવરી લેવાઈ હતી.

ફૂડ વિભાગે વાઘોડિયા રોડની સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતેની રાધિકા રેસ્ટોરન્ટમાં ચેકિંગ કર્યું હતું, જ્યાંથી ધાણા પાઉડર, મરચા પાઉડર, લૂઝ રાઇસના નમૂના લીધા હતા. સયાજીની કેન્ટીન જેનું સંચાલન પૃથ્વી કેટરર્સ કરે છે, તેની પાસેથી હળદર અને મરચાના નમૂના લીધા હતા, જ્યારે ફતેગંજ નરહરિ હોસ્પિટલમાં કેન્ટીનનું સંચાલન કરતી સાઉથ બેંગલ હોસ્પિટાલિટી સર્વિસમાંથી આટા અને તુરિયાનું શાક નમૂના માટે લીધું હતું.3 કેન્ટીનમાંથી 7 નમૂના લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. આ ત્રણ પૈકી બે કેન્ટીનને સ્વચ્છતા બાબતે નોટિસ અપાઈ છે. તમામ કેન્ટીન લાઇસન્સ કે રજિસ્ટ્રેશન વિના ચાલતી હોવાનો ભાંડો ફૂટતાં તેમને તે બાબતની પણ નોટિસ ફટકારાઈ છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો