તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Bollywood Film 'Mardaani 2' Draws Legal Notice For Censor Board, Filmmakers

કોટામાં ‘મર્દાની 2’નો વિરોધ, સેન્સર બોર્ડના અધ્યક્ષ તથા ફિલ્મ પ્રોડ્યૂસર્સને નોટિસ પાઠવવામાં આવી

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોટાઃ રાજસ્થાનના કોટા શહેરમાં યશરાજ બેનરની આગામી ફિલ્મ ‘મર્દાની 2’ને લઈ વિવાદ વધી રહ્યો છે. કોટાના કોર્પોરેટર ગોપાલ મંડાના વકીલે સેન્સર બોર્ડના ચેરમેન પ્રસૂન જોષી, યશરાજ બેનરના ચેરેમેન આદિત્ય ચોપરા, ફિલ્મના ડિરેક્ટર ગોપી પુથરન તથા માહિતી અને પ્રસારણ મંત્રીને લીગલ નોટિસ મોકલી છે. 
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ દિવસની અંદર ‘મર્દાની 2’ ફિલ્મમાંથી કોટા શહેરનું નામ હટાવવામાં આવે અથવા તો ફિલ્મ રિલીઝ કરવા દેવામાં આવશે નહીં. લીગલ નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો આમ કરવામાં નહીં આવે તો તેઓ હાઈકોર્ટમાં અરજી કરશે. હાઈકોર્ટના વકીલ અશ્વિન ગર્ગે કહ્યું હતું કે આ ફિલ્મ કોટાની પૃષ્ઠભૂમિ પર તૈયાર કરવામાં આવી છે અને ફિલ્મમાં કોટાની ઈમેજને ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોટા છેલ્લાં ત્રણ દાયકાથી શૈક્ષણિક નગરી તરીકે લોકપ્રિય છે. કોટા શહેરમાં જે ગુનો બન્યો જ નથી, તેમાં આ શહેરનું નામ જોડવામાં આવે તે બિલકુલ અયોગ્ય છે.

આ પહેલાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારબાદ કોટાના લોકોએ આ ફિલ્મનો ભારે વિરોધ કર્યો હતો. કોટા સાંસદ અને લોકસભા સ્પીકર ઓમ બિરલા સમક્ષ લોકોએ ફિલ્મ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. નાગરિકોનું કહેવું હતું કે કોટાની ઓળખ એજ્યુકેશન હબ તરીકે છે, કારણ કે આ વિસ્તારમાં ઘણી એજ્યુકેશન ઈન્ટિસ્ટ્યૂટ છે પરંતુ ફિલ્મમાં શહેરની કંઈક અલગ જ સ્ટોરી બતાવવામાં આવી છે, જે અહીંની પરંપરા વિરુદ્ધ છે. પ્રદર્શનકારોને મળ્યા બાદ બિરલાએ તેમને આશ્વાસન આપ્યું હતું કે તે આ બાબતે સંબંધિત લોકો સાથે વાત કરશે. તેમણે કહ્યું હતું, ‘અમને આ બિલકુલ મંજૂર નથી કે સિનેમાના નામ પર શહેરને બદનામ કરવામાં આવે. આ ફિક્શનલ સ્ટોરીમાં સ્પષ્ટ રીતે શહેરનું નામ લેવામાં આવ્યું છે, જે યોગ્ય નથી.’

ફિલ્મ 13 ડિસેમ્બરે રિલીઝ થશે
‘મર્દાની 2’ વર્ષ 2014મા આવેલી ફિલ્મ ‘મર્દાની’ની સિક્વલ છે. આ ફિલ્મમાં પણ રાની પોલીસ ઓફિસર શિવાની શિવાજી રોયના રોલમાં છે. આ ફિલ્મમાં તે એક સિરિયલ રેપિસ્ટની પાછળ પડી છે. ફિલ્મમાં એવો દાવો કરાયો છે કે આ સત્ય ઘટનાઓ પર આધારિત છે. આ ફિલ્મને રાનીના પતિ આદિત્ય ચોપરાએ પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મ 13 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો