તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Nokia's Budget Smartphone 'Nokia 2.3' May Be Launched Soon In India

ટૂંક સમયમાં નોકિયાનો બજેટ સ્માર્ટફોન 'નોકિયા 2.3' ભારતમાં લોન્ચ થઈ શકે છે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીનાં ઓફિશિયલ ટ્વીટર પર સ્માર્ટફોનનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું
  • ફોનનાં સાયન ગ્રીન, સેન્ડ અને ચારકોલ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે
  • ફોનમાં અલગથી ગૂગલ અસિસ્ટન્ટ બટન આપવામાં આવશે

ગેજેટ ડેસ્કઃ HMD ગ્લોબલ કંપનીએ ઇજિપ્તની રાજધાની કૈરોમાં તેનો બજેટ સ્માર્ટફોન 'નોકિયા 2.3'ને 6 ડિસેમ્બરે લોન્ચ કર્યો છે. ભારતમાં ટૂંક સમયમાં જ તેને લોન્ચ કરવામાં આવી શકે છે. કંપનીના ઓફિશિયલ ટ્વીટર પર સ્માર્ટફોનનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. તેને જોઈને કહી શકાય કે ટૂંક જ સમયમાં ભારતમાં સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવી શકે છે.

આ સ્માર્ટફોન કેમેરા અને એન્ટરટેઇન્મેન્ટ ફોકસ્ડ બજેટ સ્માર્ટફોન છે. ફોનમાં 2 રિઅર કેમેરા સેટઅપ અને ક્વૉડ-કોર મીડિયાટેક હીલિયો A22 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનનાં સાયન ગ્રીન, સેન્ડ અને ચારકોલ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. ઇજિપ્તમાં ફોનને 109 યૂરો (આશરે 8600 રૂપિયા)માં લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતમાં કઈ કિંમત સાથે ફોનને લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. 2GB રેમ ધરાવતા ફોનનું ઈન્ટર્નલ સ્ટોરેજ 32GBનું છે, જેને માઈક્રો SD કાર્ડની મદદથી 400GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, વાઇફાઇ 802.11, બ્લુટૂથ 5.0, GPS, A-GPS, માઈક્રો USB પોર્ટ અને 3.5mmનો ઓડિયોજેક આપવામા આવ્યો છે. આ ફોનમાં અલગથી ગૂગલ અસિસ્ટન્ટ બટન આપવામાં આવ્યું છે. ફોનની સારી ગ્રિપ માટે 3D નેનો ટેક્સ્ચર આપવામાં આવ્યું છે.

નોકિયા 2.3નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ 6.2 ઇંચ
ડિસ્પ્લેટાઈપ   HD+ (1520x720)
OS    એન્ડ્રોઇડ 9 પાઈ
પ્રોસેસર ક્વૉડ-કોર મીડિયાટેક હીલિયો A22
રેમ    2GB
સ્ટોરેજ    32GB
રિઅરકેમેરા13MP (પ્રાઈમરી કેમેરા)+ 2MP (ડેપ્થ સેન્સર
ફ્રન્ટ કેમેરા    5MP
બેટરી    4000mAh

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો