અપકમિંગ / નોકિયા સસ્તો 5G ફોન લોન્ચ કરશે, અન્ય કંપનીઓની સરખામણીએ અડધી કિંમત હોવાની આશા

Nokia will launch a cheaper 5G phone, expected to be half the price compared to other companies

Divyabhaskar.com

Aug 22, 2019, 07:24 PM IST

ગેજેટ ડેસ્ક: 5G સ્માર્ટફોન સેગમેન્ટમાં ઘણી કંપનીઓ પોતાના ફ્લેગશિપ ફોન લોન્ચ કરી ચૂકી છે. આ તમામ ફોનની કિંમત વધારે છે. HMD ગ્લોબલ કંપની ભારતીય બજારમાં અફોર્ડેબલ 5G સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીના ચીફ પ્રોડક્ટ ઓફિસર જૂહો સારવિકાસના જણાવ્યા મુજબ આ સ્માર્ટફોનને વર્ષ 2020 સુધી લોન્ચ કરવામાં આવશે.

એક મીડિયા ઇન્ટરવ્યુમાં કંપનીના ચીફ પ્રોડક્ટ ઓફિસર જૂહો સારવિકાસે જણાવ્યુ કે, ‘5G ફોનના મેન્યુફેક્ચરિંગ પર કામ ચાલી રહ્યું છે. આશા છે કે આ ફોન બજારમાં ઉપલબ્ધ અન્ય 5G ફ્લેગશિપ ફોનની સરખામણીએ અડધી કિંમતનો હશે. બજારમાં પ્રવેશતાં જ વધુ સસ્તા સેગમેન્ટમાં 5G સ્માર્ટફોન લાવવાની આ એક ખાસ તક છે.

આ સમયે ગ્લોબલ માર્કેટમાં સેમસંગ, વન પ્લસ અને એલજી કંપનીએ પોતાના 5G ફોન લોન્ચ કર્યા છે, તેની કિંમત આશરે 70 હજારની આસપાસ છે. રિઅલમી પણ તેના 5G સ્માર્ટફોનને આવતા વર્ષે લોન્ચ કરશે. તેને જોઈને નોકિયાએ પોતાના 5G સ્માર્ટફોનને સસ્તી કિંમતમાં લોન્ચ કરવાનો વિચાર કર્યો છે.

X
Nokia will launch a cheaper 5G phone, expected to be half the price compared to other companies
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી