અપકમિંગ / ટૂંક સમયમાં નોકિયા તેનું પ્રથમ સ્માર્ટ ટીવી લોન્ચ કરશે, ફ્લિપકાર્ટ સાથે પાર્ટનરશિપ કરી

Nokia to launch its first smart TV soon, partnering with Flipkart

  • કંપનીના પ્રથમ સ્માર્ટ ટીવીને ગ્લોબલી લોન્ચ કરવામાં આવશે

Divyabhaskar.com

Nov 07, 2019, 05:13 PM IST

ગેજેટ ડેસ્કઃ નોકિયાના રાઇટ્સવાળી ફિનલેન્ડની કંપની HMD ગ્લોબલ હવે ભારતીય બજારમાં સ્માર્ટ ટીવી લોન્ચ કરવાની તૈયારીમાં છે. તેના માટે કંપનીએ ઈ-કોમર્સ બ્રાન્ડ ફ્લિપકાર્ટ સાથે હાથ મિલાવ્યો છે. કંપનીના પ્રથમ સ્માર્ટ ટીવીને ગ્લોબલી લોન્ચ કરવામાં આવશે.

આ અપકમિંગ ટીવીને ભારતીય યુઝરને ધ્યાનમાં રાખીને ડેવલપ કરવામાં આવશે. ટીવીનું મેન્યુફેકચરિંગ અને ડિસ્ટ્રીબ્યુશન નોકિયા કંપની અંતર્ગત જ કરવામાં આવશે. જોકે કંપનીએ ટીવીનાં સ્પેસિફિકેશન, કિંમત અને લોન્ચિંગ વિશે કોઈ માહિતી આપી નથી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટીવીમાં JBL બ્રાન્ડની સાઉન્ડ સિસ્ટમ આપવામાં આવશે.

ભારત સાથે ચીન અને અન્ય દેશોની કંપની સ્માર્ટફોન સાથે હવે ટીવી પણ લોન્ચ કરી રહી છે. તેમાં સેમસંગ, માઇક્રોમેક્સ, ઇન્ટેક્ષ, શાઓમી, મોટોરોલા અને વન પ્લસ સામેલ છે. તમામ કંપનીનાં ટીવી હવે ભારતમાં લોન્ચ થઇ રહ્યા છે. મોટોરોલાએ ફ્લિપકાર્ટની પાર્ટનરશિપ સાથે સપ્ટેમ્બરમાં ટીવી લોન્ચ કર્યું હતું.

ફ્લિપકાર્ટના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ આદર્શ મેનનના જણાવ્યા અનુસાર, નોકિયા સાથે કામ કરવાથી અમને હાઈ ક્વોલિટી અને એડવાન્સ ટેક્નોલોજી એક્સપાન્ડ કરવાની તક મળશે. અમે આગામી 200 મિલિયન ગ્રાહકોને આવકારવા માટે પ્રતિબદ્ધ છીએ.

નોકિયા બ્રાન્ડ પાર્ટનરશિપના વાઇસ પ્રેસિડન્ટ વિપુલ મલ્હોત્રા જણાવે છે કે નોકિયા સાથે નવી શરૂઆત થઈ છે. ફ્લિપકાર્ટ કંપની ભારતીય ગ્રાહકોની જરૂરિયાતને સમજે છે. તેનાથી નોકિયા સ્માર્ટ ટીવીને અફોર્ડેબલ બનાવવામાં મદદ મળશે.

X
Nokia to launch its first smart TV soon, partnering with Flipkart

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી