વેચાણ / નોકિયાનો મિડ રેન્જ સ્માર્ટફોન ‘નોકિયા 7.2’નું વેચાણ શરૂ, શરૂઆતી કિંમત ₹ 18,599

Nokia mid-range smartphone 'Nokia 7.2' starts selling, starting price ₹ 18,599

  • આ ફોનને ચારકોલ બ્લેક અને સેયાન ગ્રીન કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે
  • ફ્લિપકાર્ટ પરથી નોકિયા 7.2ની ખરીદી HDFC કાર્ડથી કરવાથી 10%  કેશબેક આપવામાં આવી રહ્યું છે
  • આ ફોનનું વેચાણ 23 સપ્ટેમ્બરથી શરુ થશે  

Divyabhaskar.com

Sep 23, 2019, 01:53 PM IST

ગેજેટ ડેસ્કઃ 23 સપ્ટેમ્બરથી નોકિયાનાં મિડરેન્જ સ્માર્ટફોન નોકિયા 7.2નું વેચાણ શરૂ થઇ ગયું છે. HMD ગ્લોબલ કંપનીએ આ ફોનને 2 વેરિઅન્ટમાં લોન્ચ કર્યા છે. આ ફોનની ખરીદી નોકિયાની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી કરી શકાય છે. આ ફોનને ચારકોલ બ્લેક અને સેયાન ગ્રીન કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

ઓફર

  • ફ્લિપકાર્ટ પરથી નોકિયા 7.2ની ખરીદી HDFC કાર્ડથી કરવાથી 10% કેશબેક આપવામાં આવી રહ્યું છે. આ ઓફર 28 સપ્ટેમ્બરથી સુધી સીમિત છે.
  • કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી ફોનની ખરીદી કરવાથી 2000 રૂપિયાનું કેશબેક પણ મળશે. આ ઓફર 31 ઓક્ટોબર સુધી સીમિત છે.
  • જિઓના ગ્રાહકોને ફોનની ખરીદી પર 7200 રૂપિયા સુધીનો લાભ મળશે. તેમાં 2000 રૂપિયાનું કેશબેક વાઉચર અને 3000 રૂપિયાનું ક્લિઅરટ્રીપ વાઉચર અને 2000 રૂપિયાનું ઝૂમકાર વાઉચર આપવામાં આવશે.
  • આ સિવાય ફ્લિપકાર્ટ પરથી ICICIનાં ક્રેડિટ કાર્ડ અને AXISનાં ક્રેડિટ/ડેબિટ કાર્ડની ખરીદી પર 10%નું ડિસ્કાઉન્ટ પણ મળશે.

વેરિઅન્ટ અને કિંમત

4 GB રેમ + 64 GB સ્ટોરેજ 18,599 રૂપિયા
6 GB રેમ + 64 GB સ્ટોરેજ 19,599 રૂપિયા

નોકિયા 7.2 સ્માર્ટફોનનાં સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.3 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ ફુલ HD+ વિથ HDR 10 સપોર્ટ
OS એન્ડ્રોઇડ 9 પાઇ
પ્રોસેસર ઓક્ટા-કોર, ક્વૉલકોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર
રેમ 4 GB/6 GB
સ્ટોરેજ 64 GB
એક્સપાન્ડેબલ 512 GB
રિઅર કેમેરા 48 MP (પ્રાઈમરી કેમેરા) + 8 MP (વાઈડ એંગલ લેન્સ) + 5 MP (ડેપ્થ સેન્સર)
ફ્રન્ટ કેમેરા 20 MP
કનેક્ટિવિટી બ્લુટૂથ 5.0, USB ટાઈપ-સી પોર્ટ
સિક્યોરિટી ફિંગરપ્રિન્ટ સ્કેનર (બેક પેનલ)
બેટરી 3500 mAh
વજન 180 ગ્રામX
Nokia mid-range smartphone 'Nokia 7.2' starts selling, starting price ₹ 18,599

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી