ન્યૂ લોન્ચ / નોકિયાએ ભારતમાં ‘નોકિયા 2.3’ સ્માર્ટફોન લોન્ચ કર્યો, કિંમત ₹ 8,199

Nokia launches 'Nokia 2.3' smartphone in India, priced at. 8,199
Nokia launches 'Nokia 2.3' smartphone in India, priced at. 8,199

  • ફોનની ખરીદી 27 ડિસેમ્બરથી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ, જિઓ સ્ટોર્સ સહિતનાં રિટેલ સ્ટોર પરથી કરી શકાશે
  • સ્માર્ટફોનનું 2GB રેમ અને 32GB સ્ટોરેજનાં સિંગલ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું
  • ફોનમાં એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉડકોર મીડિયાટેક હીલિયો a22 પ્રોસેસર આપવામાં આવ્યું

Divyabhaskar.com

Dec 19, 2019, 12:48 PM IST

ગેજેટ ડેસ્કઃ HMD ગ્લોબલ કંપનીએ ભારતમાં તેનો લેટેસ્ટ સ્માર્ટફોન ‘નોકિયા 2.3’ લોન્ચ કર્યો છે. ફોનની કિંમત 8,199 રૂપિયા છે. આ સ્માર્ટફોનનું 2GB રેમ અને 32GB સ્ટોરેજનાં સિંગલ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. ફોનનું વેચાણ 27 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે. ફોનમાં એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉડકોર મીડિયાટેક હીલિયો a22 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

કિંમત અને ઓફર

  • ભારતમાં ‘નોકિયા 2.3’નાં 2GB+32GB સિંગલ વેરિઅન્ટની કિંમત 8,199 રૂપિયા છે.
  • જિઓ કંપની ફોનની ખરીદી પર 7200 રૂપિયા સુધીનાં બેનિફિટ આપી રહી છે. કંપની દ્વારા 1 વર્ષની રિપ્લેસમેન્ટ ગેરન્ટી આપવામાં આવી રહી છે. ફોન સાથે મળતી એસેસરીઝ પર 6 મહિનાની રિપ્લેસમેન્ટની ગેરન્ટી મળી રહી છે.
  • 31 માર્ચ 2020 પહેલાં ફોનની ખરીદી કરેલાં ગ્રાહકોને ફોનના હાર્ડવેર અથવા મેન્યુફેક્ચરિંગમાં ખામી હોય તો ગ્રાહકોને નવો ફોન મળશે.
  • ફોનની ખરીદી 27 ડિસેમ્બરથી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ, જિઓ સ્ટોર્સ સહિતનાં રિટેલ સ્ટોર પરથી કરી શકાશે.

‘નોકિયા 2.3’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.2 ઇંચ
ડિસ્પલેટાઈપ 720x1520 HD+ વોટરડ્રોપ ડિસ્પ્લે
OS એન્ડ્રોઇડ 10
પ્રોસેસર ક્વૉડકોર મીડિયાટેક હીલિયો a22
રેમ 2GB
સ્ટોરેજ 32GB
રિઅર કેમેરા 13MP+ 2MP
ફ્રન્ટ કેમેરા 5MP
કનેક્ટિવિટી 4G, વાઇફાઇ 802.11, બ્લુટૂથ 5.0, GPS, માઈક્રો USB 2.0, 3.5mm ઓડિયો જેક
બેટરી 5000mAh


X
Nokia launches 'Nokia 2.3' smartphone in India, priced at. 8,199
Nokia launches 'Nokia 2.3' smartphone in India, priced at. 8,199

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી