લોન્ચ / નોકિયાએ એન્ટરટેઈન્મેન્ટ ફીચર ફોન ‘નોકિયા 110’ (2019) લોન્ચ કર્યો, કિંમત 1,599 રૂપિયા

Nokia launches entertainment feature phone 'Nokia 110' (2019), priced at Rs 1,599

  • ફોનમાં SPRD 6531E પ્રોસેસર, 4MB રેમ અને 4MB ઓન બોર્ડ સ્ટોરેજ આપવામાં આવ્યું છે
  • આ ફોન ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે. આ ફોનમાં 32GBનું SD કાર્ડ લગાવી શકાય છે
  • ફોનમાં નોકિયાની પોપ્યુલર સ્નેક ગેમ સાથે એર સ્ટ્રાઇક, ફુલબોલ કપ અને ડૂડલ જમ્પ જેવી ગેમ્સ આપવામાં આવી છે

Divyabhaskar.com

Oct 18, 2019, 03:09 PM IST

ગેજેટ ડેસ્કઃ HMD ગ્લોબલએ ‘નોકિયા 110’ (2019) ફોન લોન્ચ કર્યો છે. તેની કિંમત 1599 રૂપિયા છે. આ ફોનનાં બ્લેક, બ્લૂ અને પિંક કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનની ખરીદી 18 ઓક્ટોબરથી ઓફિશિયલ વેબસાઈટ અને રિટેલ સ્ટોરથી કરી શકાશે. કંપનીએ આ ફોનને એન્ટરટેઇન્મેન્ટ ડિવાઇસ બનાવ્યું છે. આ ફોનમાં MP3 સોન્ગ સ્ટોર અને FM રેડિયો આપવામાં આવ્યો છે

નોકિયા 110 (2019)નાં બેઝિક સ્પેસિફિકેશન

  • ફોનમાં 1.77 ઇંચ QQVGAની ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે. તેની રિઝોલ્યુશન 120X 160 પિક્સલ છે. ફોનમાં SPRD 6531E પ્રોસેસર, 4MB રેમ અને 4MB ઓન બોર્ડ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ ફોનમાં નોકિયા સિરીઝ 30+ સોફ્ટવેર આપવામાં આવ્યું છે. આ ફોન ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે. આ ફોનમાં 32GBનું SD કાર્ડ લગાવી શકાય છે.
  • આ ફોનમાં નોકિયાની પોપ્યુલર સ્નેક ગેમ સાથે એર સ્ટ્રાઇક, ફુલબોલ કપ અને ડૂડલ જમ્પ જેવી ગેમ્સ આપવામાં આવી છે.
  • ફોનમાં 800mAhની બેટરી આપવામાં આવી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ ફોન 18.5 દિવસનું સ્ટેન્ડબાય બેકઅપ આપે છે. સાથે જ 14 કલાકનું ટોકટાઈમ, 27 કલાકનું MP3 પ્લેબેક અને 18 કલાકનું FM રેડિયો પ્લેબેક આપવામાં આવ્યું છે. આ ફોનમાં રિઅર કેમેરા પણ આપવામાં આવ્યો છે અને ફોનનાં ટોપ પર LED ટોર્ચ લાઈટ આપવામાં આવી છે.
X
Nokia launches entertainment feature phone 'Nokia 110' (2019), priced at Rs 1,599

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી