પ્રાઇસ કટ / ‘નોકિયા 8.1’ સ્માર્ટફોન બીજી વાર સસ્તો થયો, 4 હજાર રૂપિયાનો ઘટાડો થયો

Nokia 8.1 smartphone gets cheaper for second time, down price 4,000 rupees
Nokia 8.1 smartphone gets cheaper for second time, down price 4,000 rupees

  • લોન્ચિંગથી અત્યાર સુધી ફોનમાં કુલ 11 હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે
  • 4 GB રેમ અને 64 GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 15,999 રૂપિયા
  • 6 GB રેમ અને 128 GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 18,999 રૂપિયા

Divyabhaskar.com

Sep 04, 2019, 01:55 PM IST

ગેજેટ ડેસ્ક: HMD ગ્લોબલે nokia 8.1ની કિંમતમાં ફરી એકવાર ઘટાડો કર્યો છે. આ ઘટાડા સાથે 4 GB રેમ અને 64 GB સ્ટોરેજવાળાની કિંમત 15,999 રૂપિયા છે. આ ફોનને કંપનીએ ગત વર્ષે લોન્ચ કર્યો હતો ત્યારે તેની શરૂઆતની કિંમત 26,999 રૂપિયા હતી. ગ્રાહક આ નવી કિંમત સાથે ફોનની ખરીદી ફ્લિપકાર્ટ સાથે અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ પરથી કરી શકે છે.
‘Nokia 8.1’ ની કિંમતમાં બીજીવાર ઘટાડો કરવામાં આવ્યો છે. આ પહેલા ફોનની કિંમતમાં 7 હજાર રૂપિયાનો ઘટાડો કરીને ફોનની કિંમત 19,999 રૂપિયા રાખવામાં આવી હતી. હવે, આ ફોનની કિંમતમાં 4000 રૂપિયાનો ઘટાડો કરીને તેની કિંમત 15,999 રૂપિયા કરવામાં આવી છે. આ બંને ઘટાડા સાથે લોન્ચિંગથી અત્યાર સુધી ફોનમાં કુલ 11 હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

નોકિયા 8.1 વેરિઅન્ટની કિંમત

વેરિઅન્ટ નવી કિંમત (રૂપિયામાં) જૂની કિંમત (રૂપિયામાં)
4GB+64GB 15,999 19,999
6GB+128GB 18,999 22,999

ફોનના સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈસ 6.18 ઇંચ ફુલ HD+
રિઝોલ્યુશન 1080×2244 પિક્સલ
પ્રોસેસર ઓક્ટા કોર ક્વાલકોમ સ્નેપ ડ્રેગન 710
રેમ 4GB/6GB
સ્ટોરેજ 64GB/128GB
ફ્રન્ટ કેમેરા 12MP+13MP
રિઅર કેમેરા 20MP
બેટરી 3500mAh, 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ
X
Nokia 8.1 smartphone gets cheaper for second time, down price 4,000 rupees
Nokia 8.1 smartphone gets cheaper for second time, down price 4,000 rupees

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી