ડિપ્રીશિએશન / નોકિયા 7.1 સાત હજાર રૂપિયા સસ્તો થયો, 19,999 રૂપિયામાં લોન્ચ થયેલા ફોનની કિંમત 12,999 રૂપિયા

Nokia 7.1 & Nokia 6.1+ phones's price cut down in India

  • નોકિયા 7.1 ફોન 7 હજાર રૂપિયા અને નોકિયા 6.1+  ફોન 3 હજાર રૂપિયા સસ્તો થયો
  • નોકિયા 7.1ને ગત વર્ષે નવેમ્બર અને 6.1 પ્લસને ગત વર્ષે ઓગસ્ટમાં લોન્ચ કરાયા હતા
  • બંને ફોનમાં 4GB રેમ અને 64 GB સ્ટોરેજ આપવામાં આવી છે

Divyabhaskar.com

Aug 25, 2019, 12:20 PM IST

ગેજેટ ડેસ્ક: HMD ગ્લોબલે ભારતમાં નોકિયા 7.1 અને 6.1 પ્લસની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ બંને સ્માર્ટફોન કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. તેમજ તેને એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી પણ ખરીદી શકાશે. નોકિયા 7.1ને ગત વર્ષે નવેમ્બર અને 6.1 પ્લસને ગત વર્ષે ઓગસ્ટમાં લોન્ચ કરવામાં આવ્યા હતા.

નોકિયા 7.1 અને 6.1+ની કિંમત

ફોન લોન્ચિંગ કિંમત (રૂપિયા) નવી કિંમત (રૂપિયા)
નોકિયા 7.1 19,999 12,999
નોકિયા 6.1 પ્લસ 14,999 11,999

નોકિયા 7.1ના બેઝિક સ્પેસિફિકેશન
આ મોડલમાં 5.84ઇંચ અને 1080x2280 પિક્સલની ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં કવાલકોમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર આપવામાં આવ્યું છે. 4GB રેમવાળા આ ફોનમાં 64GB સ્ટોરેજ આપવામાં આવી છે. ફોનમાં 12 MP અને 5 MPના 2 રિઅર કેમેરા આપવામાં આવ્યા છે. તેમજ 8MPનો ફ્રન્ટ કેમેરા પણ આપવામાં આવ્યો છે. નોકિયા 7.1માં 3060mAhની બેટરી આપવામાં આવી છે.

નોકિયા 6.1+ ના બેઝિક સ્પેસિફિકેશન
આ મોડલમાં 5.80 ઇંચ અને 1080x2280 પિક્સલની ડિસ્પ્લે આપવામાં આવી છે. 7.1ની જેમ આ ફોનમાં પણ 4GB રેમ અને 64GB સ્ટોરેજ આપવામાં આવી છે. ફોનમાં કવાલકોમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 16 MP અને 5 MPના 2 રિઅર કેમેરા આપવામાં આવ્યા છે અને 8MPનો ફ્રન્ટ કેમેરા પણ આપવામાં આવ્યો છે. નોકિયા 6.1+માં 3060mAhની બેટરી આપવામાં આવી છે.

X
Nokia 7.1 & Nokia 6.1+ phones's price cut down in India

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી