અપકમિંગ / ભારતમાં નોકિયા 6.2 શુક્રવારે લોન્ચ થશે, 13 ઓક્ટોબરથી ફોનનું વેચાણ શરૂ કરવામાં આવશે

Nokia 6.2 launches in India on Friday, phone sales will start from October 13
Nokia 6.2 launches in India on Friday, phone sales will start from October 13

  • એમેઝોનના ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં આ ફોનની ખરીદી કરી શકાશે
  • આ ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને HDR10 ડિસ્પ્લે આપવામાં આવી છે
  • આ ફોનનાં સિરામિક બ્લેક અને આઈસ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે

Divyabhaskar.com

Oct 10, 2019, 05:52 PM IST

ગેજેટ ડેસ્કઃ HMD ગ્લોબલ કંપનીએ ‘નોકિયા 6.2’ અને ‘નોકિયા 7.2’ને આ વર્ષનાં IFA ફેસ્ટિવલમાં લોન્ચ કર્યો હતો. ભારતમાં ‘નોકિયા 6.2’ને 11 ઓક્ટોબરે લોન્ચ કરવામાં આવશે અને તેનું વેચાણ 13 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. એમેઝોનનાં ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં આ ફોનની ખરીદી કરી શકાશે. આ ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને HDR10 ડિસ્પ્લે આપવામાં આવી છે.

આ ફોનનાં સિરામિક બ્લેક અને આઈસ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે. યુરોપમાં આ ફોનના 3GB રેમ અને 32GB સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 199 યૂરો (15,800 રૂપિયા) છે. ભારતમાં પણ આ ફોનની કિંમત તેની આસપાસ હોઈ શકે છે.

નોકિયા 6.2નાં બેઝિક સ્પસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.3 ઈંચ
ડિસ્પ્લે ટાઈપ HDR10
OS એન્ડ્રોઈડ 9 પાઈ
રેમ 3 GB
સ્ટોરેજ 32 GB
રિઅર કેમેરા 16 MP + 8 MP + 5 MP
ફ્રન્ટ કેમેરા 8 MP
બેટરી

3500mAh

X
Nokia 6.2 launches in India on Friday, phone sales will start from October 13
Nokia 6.2 launches in India on Friday, phone sales will start from October 13

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી