પ્રાઈસ કટ / ‘નોકિયા 2.3’ સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો થયો, હવે ફોનની કિંમત ₹ 7,199

Nokia 2.3 smartphone prices cut, now phone price 7,199

  • ફોનમાં એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉડકોર મીડિયાટેક હીલિયો a22 પ્રોસેસર આપવામાં આવ્યું
  • ફોનમાં 2 રિઅર કેમેરા સેટઅપ અને 4000mAhની બેટરીની સુવિધા

Divyabhaskar.com

Mar 08, 2020, 04:10 PM IST

ગેજેટ ડેસ્કઃ HMD ગ્લોબલ કંપનીએ તેના સ્માર્ટફોન ‘નોકિયા 2.3’ની કિંમતમાં 1900 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ગત વર્ષે ડિસેમ્બરમાં ફોનનાં લોન્ચિંગ વખતે કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર 9099 રાખવામાં આવી હતી. હવે કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી 7,199 રૂપિયામાં ફોનની ખરીદી કરી શકાશે. ફ્લિપકાર્ટ પર ફોનની કિંમત 7,699 રૂપિયા છે. ફોનમાં એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉડકોર મીડિયાટેક હીલિયો a22 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ‘નોકિયા 2.3’નું 2GB+32GB સિંગલ વેરિઅન્ટ જ લોન્ચ કરવામાં આવ્યું છે. ફોનનાં સાયન ગ્રીન, સેન્ડ અને ચારકોલ કલર વેરિઅન્ટ ઉપલબ્ધ છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G, વાઇફાઇ 802.11, બ્લુટૂથ 5.0, GPS, માઈક્રો USB 2.0 અને 3.5mm ઓડિયો જેક આપવામાં આવ્યો છે.

‘નોકિયા 2.3’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.2 ઇંચ
ડિસ્પલે ટાઈપ 720x1520 HD+ વોટરડ્રોપ ડિસ્પ્લે
OS એન્ડ્રોઇડ 10
પ્રોસેસર ક્વૉડકોર મીડિયાટેક હીલિયો a22
રેમ 2GB
સ્ટોરેજ 32GB
રિઅર કેમેરા 13MP+ 2MP
ફ્રન્ટ કેમેરા 5MP
બેટરી 4000mAh

X
Nokia 2.3 smartphone prices cut, now phone price 7,199

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી