તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • 'Nokia 2.3' Smartphone Price Reduced, New Price ₹ 7,199

‘નોકિયા 2.3’ સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો થયો, નવી કિંમત ₹ 7,199

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોનમાં એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉડકોર મીડિયાટેક હીલિયો a22 પ્રોસેસર આપવામાં આવ્યું
  • ફોનની ખરીદી એમેઝોન અને કંપનીના સ્ટોર પરથી કરી શકાશે

ગેજેટ ડેસ્કઃ HMD ગ્લોબલ કંપનીએ ‘નોકિયા 2.3’ સ્માર્ટફોનની કિંમતમાં 1,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ફોનને ગત વર્ષે ડિસેમ્બરમાં 8,199 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર અને સ્ટોર પર ફોનની કિંમત  7,199 રૂપિયા અને ઇકોમર્સ વેબસાઈટ એમેઝોન પર ફોનની કિંમત 7,165 રૂપિયા છે. આ સ્માર્ટફોનનું 2GB રેમ અને 32GB સ્ટોરેજનાં સિંગલ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. ફોનમાં એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉડકોર મીડિયાટેક હીલિયો a22 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનનાં સ્યાન ગ્રીન, સેન્ડ અને ચારકોલ કલર વેરિઅન્ટ ઉપલબ્ધ છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G, વાઇફાઇ 802.11, બ્લુટૂથ 5.0, GPS, માઈક્રો USB 2.0 અને 3.5mm ઓડિયો જેકની સુવિધા આપવામાં આવી છે.

‘નોકિયા 2.3’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ    6.2 ઇંચ
ડિસ્પલે ટાઈપ    720x1520 HD+ વોટરડ્રોપ ડિસ્પ્લે
OS    એન્ડ્રોઇડ 10
પ્રોસેસર    ક્વૉડકોર મીડિયાટેક હીલિયો a22
રેમ    2GB
સ્ટોરેજ    32GB
રિઅર કેમેરા    13MP+ 2MP
ફ્રન્ટ કેમેરા    5MP
બેટરી    5000mAh

 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો