તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:રેસ્ટોરન્ટમાં 8 વાગ્યાથી ગ્રાહકોને નો-એન્ટ્રી, ભોજન કરતા લોકોને પણ ઉતાવળ કરાવાઈ

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રંગીલા રાજકોટની રળિયામણી રાત ભૂતકાળ બની, નવ વાગ્યે રસ્તાઓ સૂમસામ

રંગીલા રાજકોટની રાત રળિયામણી કહેવાય છે, મોડીરાત સુધી લોકો નિર્ભિકપણે ફરતા હોય એ આ શહેરની ઓળખ છે, પરંતુ કોરોનાને કારણે રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગતાં જ રાત્રે રસ્તાઓ સૂમસામ બન્યા છે. કર્ફ્યૂના બીજા દિવસે રાત્રીના 8 વાગ્યે રેસ્ટોરન્ટમાં 8 વાગ્યાથી ગ્રાહકોને નો-એન્ટ્રી કહી દેવામાં આવતી હતી.

રવિવારે રાત્રે રેસકોર્સ રિંગ રોડ પર લોકોની રંગત અલગ જ જોવા મળે છે, પરંતુ કર્ફ્યૂના બીજા દિવસે રવિવારે રાત્રે 8 વાગ્યા થી જ રિંગ રોડ પર એકલ દોકલ વ્યક્તિ જોવા મળતા હતા, તો લોકો પોતાના વાહનો પર ઘર તરફ જતા જોવા મળ્યા હતા. રેસકોર્સમાં ચકરડીઓ જ્યાં રાખવામાં આવી છે ત્યાં રાત્રીના 8 વાગ્યે ચકરડીઓ ખાલી હતી, ચકરડીવાળાઓ અડધો કલાક કમાણી કરી લેવાની આશાએ બેઠા હતા, પરંતુ લોકો આવતા નહોતા, રેસ્ટોરન્ટમાં રાત્રીના 8 વાગ્યાથી જ નવા ગ્રાહકોને એન્ટ્રી અપાતી નહોતી, જે ગ્રાહકો ભોજનનો આસ્વાદ માણી રહ્યા હતા તેમને પણ ઝડપ કરવા સંચાલકો દ્વારા અપીલ કરાતી હતી અને 8.45 વાગ્યે પોલીસની એકપણ વાન નહીં આવી હોવા છતાં રેસકોર્સ રિંગ રોડ પરના તમામ રેસ્ટોરન્ટ દુકાનોના શટર ખેંચાઇ ગયા હતા.

બાઇકમાં નીકળેલા કપલને પોલીસે અટકાવતાં જ તેમણે કહ્યું હતું કે, ચોટીલા દર્શને ગયા હતા, પાંચ મિનિટમાં જ તેમનું ઘર આવી જશે, પરંતુ તેમને દંડ ભરવો પડ્યો હતો. એક કાર પોલીસે અટકાવી હતી તેમાંથી ઉતરેલા યુવકે કહ્યું હતું કે, પરિવાર સાથે હોટેલમાં જમવા ગયો હતો, જમવાનું મોડું આવ્યું તે કારણે 9.10 વાગી ગયા હતા, પરંતુ પોલીસે સમયનું પ્લાનિંગ કરવાની સૂચના આપી કાર ડિટેન કરી હતી. શહેરના મહત્તમ વિસ્તારો રાત્રીના 9.30 વાગ્યે સૂમસામ ભાસતા હતા. ઝોન-2 ડીસીપી મનોહરસિંહ જાડેજાએ લોકોને રાત્રે 9 વાગ્યા બાદ ઘરમાં જ રહેવા અપીલ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો