રાજકોટ / દર્દી માટે બેડ ખૂટી પડ્યા છતાં રેસિડેન્ટ ડોક્ટરે માત્ર દવાઓ રાખવા માટે એક આખો બેડ રોકી રાખ્યો

No bed for a patient, the resident doctor use an entire bed to keep only the medicines in Rajkot civil hospital

  • ડેન્ગ્યુને કારણે રિવ્યૂ બેઠક માટે આરોગ્ય સચિવ જયશંકર શિવહરેએ મુલાકાત લીધી

Divyabhaskar.com

Oct 17, 2019, 02:29 AM IST
રાજકોટ: જામનગરમાં ડેન્ગ્યુના કેસએ હદે વધી ગયા છે કે બેડ ખૂટી પડતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાંથી મગાવ્યા છે. બીજી તરફ રાજકોટમાં પણ સ્થિતિ બગડતા દર્દીઓનો હોસ્પિટલમાં ભરાવો થયો છે અને હવે બેડ ઓછા પડતાં દર્દીઓને જમીન પર સૂવડાવાય રહ્યા છે. જોકે નવાઈની વાત તો એ જોવા મળી કે સિવિલ હોસ્પિટલના આ જ વોર્ડમાં રેસિડેન્ટ ડોક્ટરોએ માત્ર દવા અને બાટલા જેવી વસ્તુઓ રાખવા માટે એક આખો બેડ રોકી રાખ્યો છે.
આરોગ્ય સચિવ કહે છે કે સારા વરસાદ, જાગૃતિના અભાવે ડેન્ગ્યુ વકર્યો
રાજકોટ અને જામનગરમાં ડેન્ગ્યુને કારણે રિવ્યૂ બેઠક માટે આરોગ્ય સચિવ જયશંકર શિવહરેએ મુલાકાત લીધી હતી. રાજકોટમાં તેમણે તંત્રની કામગીરીના વખાણ કર્યા હતા જ્યારે ડેન્ગ્યુ ફેલાવવા અંગે કહ્યું હતું કે, આ વર્ષે સારો વરસાદ પડ્યો છે જેને કારણે પાણી ભરાયાં છે તેને કારણે, તેમજ લોકોમાં જાગૃતિનો અભાવે ડેન્ગ્યુ ફેલાયો છે.
X
No bed for a patient, the resident doctor use an entire bed to keep only the medicines in Rajkot civil hospital
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી