સુરત / બાળ મજૂરીમાંથી મુક્ત કરી ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવેલા નવ બાળકોને વાલીઓને સોંપી દેવાશે

બિહાર, ઉત્તરપ્રદેશ અને ઝારખંડના 9 બાળકોને ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવ્યા હતા
બિહાર, ઉત્તરપ્રદેશ અને ઝારખંડના 9 બાળકોને ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવ્યા હતા

  • હજુ સુધી બાળ મજૂરીને લઈને કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી
  • કાઉન્સેલિંગમાં કોઈ માહિતી ન મળી હોવાનું જાણવા મળ્યું છે

Divyabhaskar.com

Jan 09, 2020, 04:34 PM IST

સુરતઃ સુરતના પુણા વિસ્તારમાંથી બાળ મજૂરીનું રેકેટ ઝડપાયું હતું. મુક્ત કરાયેલા બાળકો પૈકી નવ બાળકોને વાલીઓને સોંપવાનો નિર્ણય લેવાયો છે. આ બાળકોએ તેના માલિકો, સંચાલકો કે ઠેકેદારની માહિતી આપી છે કે નહી તે અંગે હજું કોઈ માહિતી આપવામાં આવી નથી.

134 બાળકોને મુક્ત કરવામાં આવ્યા હતા

ગત 29મી ડિસમે્બરના રોજ સુરતમાં પુણા વિસ્તારની સીતારામ નગર વિભાગ-1,2,3માં રાજસ્થાન પોલીસ અને સ્થાનિક પોલીસ અને બચપન બચાવો દ્વારા એક સંયુક્ત ઓપરેશન પાર પાડીને નાના નાના ભૂલકાઓને બાળ મજૂરીમાં ધકેલવાનું એક રેકેટ ઝડપીને 134 બાળકોને મુક્ત કરાવ્યા હતા. જેમાંથી 9 બાળકો બિહાર, ઉત્તરપ્રદેશ અને ઝારખંડના હોવાથી આ બાળકોને સુરતના કતારગામના ચિલ્ડ્રન હોમમાં મૂકવામાં આવ્યા હતા. જ્યારે 125 બાળકોને રાજસ્થાન લઈ જવામાં આવ્યા હતા.

9 બાળકોનું કાઉન્સેલિંગ કરાયું

આ બાળકોને જે મજૂરીમાં મોકલનાર, મજૂરી કરાવનાર તથા કોણ લાવ્યું તે અંગે કોઈ માહિતી ન હોવાથી કાઉન્સેલિંગ કરાવ્યું હતું પરંતુ તેમાંથી પણ માહિતી મળી ન હતી. લેબરની એક બીજી ટીમ ગાંધીનગરથી આવી હતી અને તેણે પણ કાઉન્સિલ કર્યું હતું. દરમિયાન ચાઈલ્ડ વેલ્ફેર કમિટીની મળેલી બેઠકમાં આ તમામ નવ બાળકોને વાલીઓને સોંપી દેવાનો નિર્ણય લેવાયો છે.અત્રે ઉલ્લેખનિય છે કે, હજુ સુધી આ ઘટનામાં કોઈ ફરિયાદ નોંધાવામાં કે નોંધાવવામાં આવી નથી.

X
બિહાર, ઉત્તરપ્રદેશ અને ઝારખંડના 9 બાળકોને ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવ્યા હતાબિહાર, ઉત્તરપ્રદેશ અને ઝારખંડના 9 બાળકોને ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવ્યા હતા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી