અરવલ્લી / મોડાસાની 17 વર્ષીય નિલાંશી પટેલે વિશ્વના સૌથી લાંબા વાળનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, અગાઉ તેના જ નામે હતો

Nilanshi Patel 17 year old teenager from Modasa, broke the world record of the longest hair her in the world

  • 2018માં 170.5 સેન્ટિમીટર હતો જ્યારે 2019માં 190 સેન્ટિમીટર થતાં વિશ્વ રેકોર્ડ
  • નિલાંશીએ 2018માંઆર્જેન્ટીનાની ટીનેજર્સનો લાંબા વાળનો રેકોર્ડ તોડ્યો
  • નિલાંશી આવનાર વર્ષોમાં પણ સૌથી લાંબા વાળનો રેકોર્ડ તેના નામે રાખવા માંગે છે

Divyabhaskar.com

Jan 16, 2020, 02:41 PM IST

મોડાસા: અરવલ્લીના જિલ્લા મથક મોડાસાની નિલાંશી પટેલ સૌથી આખા વિશ્વમાં સૌથી લાંબા વાળ ધરાવે છે. 2018માં ઈટાલીના રોમ ખાતે 170.5 સે.મી લાંબા વાળ સાથે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અગાઉ નામ નોંધાયું હતું. ધો-12 સાયન્સમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થીનીએ સતત બીજા વર્ષે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે અને 190 સે.મી. લાંબા વાળ સાથે સતત બીજા વર્ષે લોન્ગેસ્ટ હેયર ટીનેજરનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 18 વર્ષથી નીચેની ઉંમરમાં આખા વિશ્વમાં સૌથી લાંબા વાળ નિલાંશી ધરાવે છે અને અગાઉનો પોતાનો જ રેકોર્ડ તેણે તોડ્યો છે.

શિક્ષક દંપતીની દીકરી હાલ 12 ધોરણમાં ભણે છે
મોડાસા તાલુકાના સાયરાના શિક્ષક દંપતી બ્રિજેશ પટેલ અને કામિનીબેનની દીકરીએ આ સિધ્ધી હાંસલ કરતાં સમગ્ર દેશનુ નામ રોશન કર્યુ છે. આ અગાઉ નિલાંશીએ પોતાના લાંબા વાળ માટે લિમ્કાબુકમાં નોધણી કરાવી હતી. હવે સતત બે વર્ષથી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળી રહ્યું છે. નાનપણથી જ સૌથી લાંબા વાળ રાખવાની તમન્ના ધરાવતી નિલાંશી હાલ ધોરણ ધો-12 સાયન્સમાં અભ્યાસ કરે છે અને ભણવામાં પણ અવ્વલ છે.
રમતની સાથે વાળની પણ કાળજી રાખે છે
નિલાંશી ટેબલ ટેનિસ અને તરણ સ્પર્ધાની કુશળ ખેલાડી છે. આમ તો રમતો દરમિયાન પોતાના વાળનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે ત્યારે નિલાંશી રમતની સાથે પોતાના માથાના વાળની પણ ખુબ જ કાળજી રાખે છે. નાનપણથી જ નિલાંશી અને તેના માતા-પિતાની ઈચ્છા હતી કે, વિશ્વમાં સૌથી મોટા વાળ રાખવાનો રેકોર્ડ પોતાના નામે કરવો છે. વાળની કાળજી રાખવાનું શરૂ કર્યુ અને બે વખત ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યુ છે. 2018માં 170.5 સે.મી લાંબા વાળ સાથે ઈટાલીના રોમ ખાતે આ રેકોર્ડ સર્જાયો હતો અને આર્જેન્ટીનાની ટીનેજર્સનો લાંબા વાળનો રેકોર્ડ નિલાંશીએ તોડ્યો હતો.
એક માત્ર ભારતીય
18 વર્ષથી નીચેની ઉંમરે 2018 અને 2019 એમ સતત બે વર્ષ સુંધી પોતાનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવનાર નિલાંશી એક માત્ર ભારતીય છે. લાંબા વાળનો રેકોર્ડ દર વર્ષે અલગ અલગ દેશોના નામે હોય છે,પરંતુ લોન્ગેસ્ટ ઓફ હેયર ટીનેજર્સમાં નિલાંશીએ ભારતનો ડંકો વગાડ્યો છે. આગામી સમયમાં પણ સૌથી લાંબા વાળમાં તે વિશ્વમાં પ્રથમ રહેવા માંગે છે.

નિલાંશી આઈઆઈટી માં કારકિર્દી બનાવવામાં ધ્યાન આપી રહી છે
ધો-૧ર સાયન્સ બાદ નિલાંશી આઈઆઈટી કોમ્પ્યુટર સાયન્સ કરવાની ઈચ્છા ધરાવે છે. મહિલાઓ અને યુવતીઓને સંદેશ આપવા માગે છે. લાંબા વાળ કોઈ મુશ્કેલી સર્જતા નથી. વાળ એ કુદરતી છે.તેની જેટલી માવજત કરીએ તેટલી ઓછી. આજ કાલ ટૂંકા વાળ રાખવાની ફેશન છે નિલાંશી પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ જગ્યાએ તે જાય છે ત્યારે લોકો તેની સાથે સેલ્ફીઓ લેવા ઉત્સુક હોય છે. જેથી પોતે એક સેલિબ્રિટી જેવું અનુભવે છે.
(તસવીર અને માહિતી: કૌશિક સોની, ભિલોડા/ મોડાસા)

X
Nilanshi Patel 17 year old teenager from Modasa, broke the world record of the longest hair her in the world
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી