અમદાવાદ / નિકોલમાં જ્વેલર્સના સવા કરોડના દાગીના લૂંટનાર ગેંગના એક સભ્યની ધરપકડ, 87.38 લાખનું સોનું રિકવર

સોનાની લૂંટમાં પકડાયેલો આરોપી
સોનાની લૂંટમાં પકડાયેલો આરોપી

  • હજુ 3 આરોપી ફરાર, 30 જાન્યુઆરીએ નિકોલમાં સાંજે સવા કરોડના સોનાના દાગીનાની લૂંટ થઈ હતી

Divyabhaskar.com

Feb 15, 2020, 05:06 PM IST
અમદાવાદ: ગઈ 30મી જાન્યુઆરીએ સાંજે નિકોલ વિસ્તારમાં સનસનીખેજ લૂંટ થઈ હતી. જ્વેલરી શોરૂમ પાસેથી જ્વેલર્સ પાસેથી 3 કિલો સોનાની લૂંટ ચલાવીને બે બાઈકસવાર લૂંટારું ફિલ્મી ઢબે ફરાર થઈ ગયા હતા. આ મામલે નિકોલ પોલીસ, ડીસીપી ઝોન-5 અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હતી. ત્યાર લૂંટના આ કેસમાં એક આરોપીને પકડવામાં પોલીસને સફળતા હાથ લાગી હતી. પોલીસે લૂંટ કરનાર ગેંગન એક સભ્યની ધરપકડ કરીને રૂ 87,38,750ના મુદ્દામાલ રિકવર કર્યો હતો.
સેલ્સ મેન ગાડીમાં થેલો મૂકવા ગયો અને લૂંટારું લૂંટી ગયા
નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ખોડીયાર માતાના મંદિર પાસે મુનિવર કોમ્પ્લેક્ષમાં વૈભવ લક્ષ્મી ગોલ્ડ નામની દુકાન સામે જાહેર રોડ ઉપરથી એક સ્પોર્ટ્સ મોટર સાયકલ ઉપર આવેલા બે અજાણ્યા ઈસમો ઉવ.30થી 35વર્ષના પાછળ બેઠેલા શખ્સે કાળા કલરનુ આખી બાયનુ ટોપીવાળુ જેકેટ પહેરેલું હતું. શ્રી વિકાસ ગોલ્ડ નામની જ્વેલર્સની દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા કેતન સોનીના હાથમાં રહેલા કાળા કલરના થેલામાં સોનાના દાગીનાઓ ભરેલી 3247,540 ગ્રામ જેની કિંમત.રૂ.1,30,94,080 હતી તે થેલો ઝુંટવીને લૂંટ કરી મોટર સાયકલ પર ભાગી ગયા હતા. જે બાબતે નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો અને તપાસ હાથ ધરી હતી.
87.38 લાખની જ્વેલરી રિકવર કરી
પોલીસને બાતમી મળી હતી કે, નિકોલ લૂંટમાં સંડોવાયેલો આરોપીઓ પૈકીનો એક આરોપી લૂંટના સોનાના દાગીના તેની પાસે રાખ્યા છે. તેમજ નિકોલ ઠક્કરનગર બ્રિજ પાસેના સરદાર મોલમાં છે. જેને પગલે નિકોલ પોલીસ ત્યાં પહોંચીને મુદ્દામાલ સાથે નિખિલ રાઠોડ (ઉં વ.31) રહે. સિંગલની ચાલી. છારાનગર મોટવાણી બંગ્લાની સામે કુબેરનગરને પકડી પાડ્યો હતો. આરોપી પાસેથી લૂંટ પૈકીનો 2167.350 ગ્રામ વજનના કિંમત રૂ.87,38,750નો મુદ્દામાલ રિકવર કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી.
આરોપીએ અગાઉ લૂંટ અને ચેઈન સ્નેચિંગ કરી હતી
લૂંટમાં સામેલ નિખિલ રાઠોડ અગાઉ પરણ લૂંટના ગુનામાં પકડાયો હતો. શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદમાં આંગડીયા પેઢીમાં રોકડ રૂ. 7 લાખની લૂંટમાં તે જેલની હવા ખાઈ ચૂક્યો છે. જ્યારે સરદારનગર પોલીસ સ્ટેશનમાં તે ચેઈન સ્નેચિંગના ગુનામાં પકડાયેલો છે.
લૂંટમાં નાસતા ફરતા આરોપીઓ
(1) મનીષ ઉર્ફે મનોજભાઈ કનૈયાલાલ સેવાણી રહે. સિંગલચાલી છારાનગર કુબેરનગર, (2) ઉતમ આત્મારામ તમંચે રહે.સંતોષીનગર સરદારગ્રામ રેલ્વે સ્ટેશનની બાજુમાં કુબરનગર અને
(૩) વિશાલ વિક્રમભાઈ તમંચે રહે.કુબેરનગર સત્યનારાયણ દૂધ ઘરની સામે સરદારનગર.
X
સોનાની લૂંટમાં પકડાયેલો આરોપીસોનાની લૂંટમાં પકડાયેલો આરોપી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી