રાજકોટ / નવજાતને ઈન્ફેક્શન ન લાગે એટલે NICU શિફ્ટ કરાશે, નવા 25 વોર્મર સાથે NICUની ક્ષમતા 80 થશે

K.T. ચિલ્ડ્રન હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, રાજકોટ - ફાઇલ તસવીર
K.T. ચિલ્ડ્રન હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, રાજકોટ - ફાઇલ તસવીર

  • કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારી સારવાર માટે ધરમૂળથી ફેરફાર
  • ગાયનેક વિભાગ પાસે ખસેડાશે, 25 નવા વોર્મર ખરીદાશે

Divyabhaskar.com

Jan 08, 2020, 09:33 PM IST

રાજકોટઃ રાજકોટ સિવિલની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં નવજાત શિશુનાં મોત મામલે દિવ્ય ભાસ્કરના અહેવાલના પગલે સમગ્ર રાજ્યમાં હડકંપ મચ્યા બાદ ફરીથી આવી ઘટનાઓ ન બને તે માટે હોસ્પિટલમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. નવજાત બાળકોનાં મોત પાછળ સૌથી મોટું કારણ ઈન્ફેક્શનનું હતું. ગાયનેક વિભાગ તેમજ કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ વચ્ચે અંતર છે તેથી ત્યાં જન્મેલા બાળકોને કે.ટી. સુધી લાવવામાં કેમ્પસમાં ફરી રહેલા અન્ય દર્દીઓનું ઈન્ફેક્શન લાગે તેવી ઘણી શક્યતા હતી.

નવા 25 વોર્મર ખરીદવામાં આવશે
આ કારણે હવે કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલના એનઆઈસીયુને ગાયનેક વિભાગ પાસે જ શિફ્ટ કરવામાં આવતા બાળકોના જન્મ બાદ જરૂર પડ્યે સીધા લઈ જઈ શકાશે તેમજ ડિલિવરી રૂમથી સીધા એનઆઈસીયુમાં જતા ઈન્ફેક્શન લાગવાની શક્યતા સાવ ઘટી જશે. આ ઉપરાંત સૌથી મોટો પડકાર એ હતો કે, બાળકોની હોસ્પિટલના એનઆઈસીયુની ક્ષમતા 60ની છે પણ તેટલા પૂરતા વોર્મર પણ નથી. માત્ર 45 વોર્મર હોવાથી ઘણીવાર બે બાળકોને એકસાથે રાખવા પડે છે. આવી સ્થિતિ ન બને તે માટે 25 નવા વોર્મર ખરીદવામાં આવશે તેમજ આ સાથે એનઆઈસીયુની ક્ષમતા 60થી વધીને 80 જશે. જેથી એકસાથે 80 બાળકની સારવાર થઈ શકશે.

ઝનાના હોસ્પિટલના સ્થળે MCH બનતા ઉત્તમ સુવિધા મળશે
રાજકોટમાં વર્ષો જૂની ઝનાના હોસ્પિટલને પાડી દેવાઈ છે અને તે સ્થળે નવી મેટરનરી એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલ બની રહી છે. આ હોસ્પિટલમાં પ્રસૂતિ તેમજ નવજાત બાળકોની સારવાર બંને કરાવાશે જેથી માતાઓ અને બાળકોને અલગ થવું નહિ પડે અને એક જ સ્થળે રહી શકશે. આ માટે કામ પણ શરૂ થઈ ચૂક્યું છે બે વર્ષ જેટલા સમયમાં હોસ્પિટલ બનીને તૈયાર થઈ જશે.

X
K.T. ચિલ્ડ્રન હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, રાજકોટ - ફાઇલ તસવીરK.T. ચિલ્ડ્રન હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, રાજકોટ - ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી