તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • New Rule For H 1B Visas In The United States From Tomorrow, May Refuse Immigrant Families Green Card Or PR

અમેરિકામાં સોમવારથી H-1B વિઝા માટે નવા નિયમ, ઈમિગ્રન્ટ પરિવારોને ગ્રીન કાર્ડ અથવા PR નો ઈન્કાર કરી શકે છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

વોશિંગ્ટનઃ અમેરિકા સોમવારથી ફૂડ સ્ટેમ્પ્સ અને અન્ય જાહેર લાભોની માંગ કરતા હોય તેવા કાયદેસરના ઈમિગ્રન્ટને ગ્રીન કાર્ડ અથવા કાયદેસરની પર્મનન્ટ રેસિડેન્સીને લગતા નવા નિયમન (રેગ્યુલેશન) અમલી બનાવ્યા છે. આ નવા નિયમનોને લીધે એવા ઘણાબધા ભારતીય નાગરિકોને અસર થઈ શકે છે કે જે અમેરિકામાં H-1B વિઝા ધરાવે છે અને કાયમી લીગલ રેસિડન્સી માટે રાહ જોઈ રહ્યા છે. અમેરિકાની સુપ્રિમ કોર્ટે શુક્રવારે પબ્લિક ચાર્જ નિયમનને લગતો એક ચુકાદો આપ્યો હતો. વ્હાઈટ હાઉસના સેક્રેટરી સ્ટીફની ગ્રિશ્મએ જણાવ્યું હતું કે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી સોમવારથી તેના નિયમનનો અમલ કરશે. તેમણે જણાવ્યું હતું કે સખત પરિશ્રમ કરી રહેલા અમેરિકી કરદાતાઓને સુરક્ષા મળશે, વાસ્તવમાં જરૂરિયાતમંદ અમેરિકી નાગરિકો માટે કલ્યાણ યોજના સુરક્ષિત હશે. સંઘિય ખાઈ ઓછી થશે અને તે મૌલિક કાયદાના સિદ્ધાંતનું પુનઃસ્થાપન થશે,જે અમારા સમાજમાં આવી રહેલા નવા લોકોને આર્થિક રીતે આત્મ નિર્ભર બને અને અમેરિકાના કરદાતાઓ પર તેનો કોઈ જ બોજ ન પડે.


ગયા વર્ષ 14મી ઓગસ્ટ,2019ના રોજ પ્રકાશિત થયો હતો, જે 15મી ઓક્ટોબર,2019થી મૂળભૂત રીતે અમલી બનાવવાનો હતો, પણ કોર્ટે વિવિધ ચુકાદાને લીધે તેને લાગુ કરી શકાયો ન હતો. આ કાયદાથી હોમલેન્ડ સુરક્ષા વિભાગ એ નક્કી કરશે કયા વિદેશી નાગરિક દેશમાં રહેવા યોગ્ય નથી અને શું તેને અમેરિકામાં સ્થાયી નિવાસની અનુમતિ આપવામાં નહીં આપી શકાય, કારણ કે આ વિદેશી નાગરિક ભવિષ્યમાં ગમે ત્યારે પબ્લિક ચાર્જ બની શકે છે.

 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો