અમદાવાદ / મુખ્યમંત્રી આજે ટ્રાફિકના નવા નિયમો-દંડની જાહેરાત કરશે, દંડમાં રાહતો અપાશે

મુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીર
મુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીર

Divyabhaskar.com

Sep 10, 2019, 03:13 AM IST

અમદાવાદઃ કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરીને ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ હવેથી જંગી દંડની રકમ વસૂલવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં ગુજરાતમાં પણ જંગી દંડની વસૂલાતનો અમલ શરૂ થવાનો છે, ત્યારે સામાન્ય લોકોમાં અમલ પહેલા જ નવા દંડ સામે રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે આવતીકાલે ગુજરાત સરકાર ટ્રાફિકના નવા નિયમો અને દંડ અંગેની જાહેરાત કરશે. આ અંગે મુખ્યમંત્રી રૂપાણી પત્રકાર પરિષદ યોજી નવા નિયમો જાહેર કરશે. જેમાં ગુજરાતના વાહન ચાલકોને દંડમાં રાહત મળે એવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, નવા મોટર વ્હીકલ એક્ટ અંગે આ પહેલા CM હાઉસમાં યોજાયેલી હાઈ લેવલ મીટિંગ અનિર્ણિત રહી હતી અને ત્યાર બાદ યોજાનારી બેઠક પણ મુલતવી રાખી હતી.

નવા એક્ટ મુજબ કયા ગુનામાં કેટલો દંડ
કેન્દ્ર સરકારે ઘડેલા નવા મોટર વ્હીકલ એક્ટ એક્ટ મુજબ, દારૂ પીને ગાડી ચલાવવા પર 10 હજાર રૂપિયાનો દંડ લાગશે. આ પહેલા 2 હજાર રૂપિયા દંડની જોગવાઇ હતી. જોખમી ડ્રાઇવિંગ પર 5 હજાર રૂપિયા દંડ લાગશે. ઇમરજન્સી વાહનોને જગ્યા ન આપવા પર 10 હજાર રૂપિયાનો દંડ લગાશે. જોકે પહેલા આ દંડની જોગવાઇ હતી નહીં. ઓવર સ્પીડીંગમાં ડ્રાઇવરને લાઇટ મોટર વ્હિકલમાં રૂ.1000 જ્યારે ભારે વાહનોમાં ર.2000નો દંડ લાગશે. જો ડ્રાઇવર રેસીંગ કરતો જણાશે તો 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જો વાહનનું ઇન્સ્યોરન્સ પતી ગયું હોય અને કોઇ ડ્રાઇવિંગ કરતો પકડાશે તો રૂ.2000નો દંડ લાગશે.

હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ પર 2 લાખ રૂપિયાનું વળતર
વર્તમાન કાયદામાં હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ પર 25000 રૂપિયાનું વળતર મળે છે. આ વળતર વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. ઘાયલ થવાની સ્થિતિમાં પહેલા 12,500 રૂપિયા વળતર હતું જે વધારીને 50 હજાર રૂપિયા કરવામાં આવ્યું છે. સરકારી ડેટા પ્રમાણે લગભગ 1.5 લાખ જેટલા લોકો ભારતમાં દર વર્ષે અકસ્માતમાં મૃત્યુ પામે છે. દેશમાં દર વર્ષે સરેરાશ 1.5 લાખ રોડ અકસ્માત નોંધાય છે.

સરકારને રાજકીય-સામાજિક અસરોની ચિંતા
ગયા શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને એક બેઠક મળી હતી, જેમાં વિભાગના અધિકારીઓ સાથે ટ્રાફિક દંડની રકમના વધારાની રાજકીય અને સામાજિક અસરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. દંડની રકમ વધારવામાં આવે તો તેના કારણે લોકોની પ્રતિક્રિયા કેવી હશે તે મુદ્દે તેમણે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે મળીને વિભાગના અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો.

X
મુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીરમુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી